Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઓફિસોમાં કામકાજનો સમય ૮ નહિ ૯ કલાક કરવા હિલચાલ

ડ્રાફટ વેજ કોડ રૂલ્સમાં પ્રસ્તાવ

નવી દિલ્હી, તા.૪: કેન્દ્ર સરકાર કાર્યાલયોમાં કામકાજનો સમય વધારીને ૯ કલાક કરી શકે તેવા અહેવાલ પ્રાપ્ય છે. તાજેતરમાં સરકારે Draft Wage Code Rulesની રજૂઆત કરી છે. જેમાં કાર્યાલયોમાં કામકાજનો સમય આઠ કલાકથી વધારીને નવ કલાક કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે સરકારે વદ્યુત્ત્।મ વેતન વધારવા પર કોઇ રજૂઆત કરી નથી અને ડ્રાફટમાં આ અંગે કોઇ વર્ણન પણ નથી કરવામાં આવ્યું. આ ડ્રાફટમાં મોટાભાગના નિયમો પહેલા મુજબ જ રાખવામાં આવ્યા છે અને ભૌગોલિક આધારે વેતનને ભવિષ્યમાં ત્રણ ભાગમાં વહેંચવાની રજૂઆત કરવામાં આવી છે.

ડ્રાફટના નિયમો મુજબ કામકાજના કલાકો વધારીને નવ કલાક કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે. જો કે આ મુદ્દે અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે કારણ કે, ડ્રાફટમાં કહેવામાં આવ્યું હતું કે, માસિક મુજબ પ્રતિ દિવસ કામકાજના આઠ કલાકોની ગણતરી ૨૬ દિવસોને આધારે કરવામાં આવશે. જયારે લદ્યુત્તમ વેતન પર કહેવામાં આવ્યું છે કે, વિશેષજ્ઞોની કમિટી ભવિષ્યમાં આ મામલે વિચાર કરી રજૂઆત કરશે.

આ વર્ષે જાન્યુઆરીમાં એક આંતરિક પેનલે કેન્દ્રીય શ્રમ મંત્રાલયમાં મોકલેલી રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી કે, રાષ્ટ્રીય લદ્યુત્ત્।મ વેતન પ્રતિ દિવસ ૩૭૫ રુપિયા હોવું જોઇએ. જેના આધારે માસિક વેતન ૯૭૫૦ રુપિયા હોવું જોઇએ. પેનલે તેના રિપોર્ટમાં ૧૪૩૦ રુપિયા હાઉસિંગ એલાઉન્સ પણ આપવાની ભલામણ કરી હતી.

ડ્રાફટ મુજબ લદ્યુત્તમ વેતન ત્યારે જ નિર્ણય લેવામાં આવશે જયારે દેશને ત્રણ ભૌગોલિક કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં મેટ્રોપોલિટિન એરિયા, જેની વસ્તી ૪૦ લાખ કે તેથી વધારે, નોન- મેટ્રોપોલિટિન જેની વસ્તી ૧૦-૪૦ લાખ અને ગ્રામીણ વિસ્તાર સામેલ કરવામાં આવશે.

 

(10:00 am IST)