Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દેશમાં કેન્સરના કેસમાં છેલ્લા એક વર્ષમાં 324 ટકાનો ચોંકાવનારો વધારો: ગુજરાત નંબરવન

બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાવા પીવાની ટેવો, દારુ અને તમાકુનુ સેવન કારણભૂત

નવી દિલ્હી : દેશભરમાં કેન્સરના દર્દીઓમાં ચોંકાવનારી ઝડપે વધારો થઈ રહ્યો છે.નેશનલ હેલ્થ પ્રોફાઈલે જાહેર કરેલા આંકડા પ્મરાણે 2017 થી 2018ની વચ્ચે એક જ વર્ષમાં કેન્સરના મામલામાં 324 ટકાનો વધારો થયો છે. એનસીડી ક્લિનિકસ( નોન કોમ્યુનિકેબલ ડિસિઝ)ના ડેટાના આધારે કહેવામાં આવ્યુ છે કે, ગયા વર્ષે એટલે કે 2018માં 6.5 કરોડ લોકોએ કેન્સરની તપાસ કરાવી હતી.જેમાંથી 1.6 લાખ લોકોમાં કેન્સર જોવા મળ્યુ હતુ.જ્યારે 2017ના વર્ષમાં કેન્સરના 39635 કેસ જોવા મળ્યા હતા.

કેન્સરના સૌથી વધારે કેસ ગુજરાતમાં જોવા મળ્યા છે.આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2017માં 3989 કેન્સર કેસ નોંધાયા હતા જ્યારે 2018માં સંખ્યા વધીને 72169 પર પહોંચી ગઈ હતી.ગુજરાત બાદ સૌથી ખરાબ સ્થિતિ, મહારાષ્ટ્ર ,કર્ણાટક, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે.

ડોક્ટરોનુ માનવુ છે કે, લોકોની બદલાતી લાઈફ સ્ટાઈલ, ખાવા પીવાની ટેવો, દારુ અને તમાકુનુ સેવન કેન્સરના વધારે કેસ પાછળનુ મુખ્ય કારણ છે. તેના કારણે ખાસ કરીને ઓરલ કેન્સર, સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના કેસ વધારે જોવા મળી રહ્યા છે.

(12:00 am IST)