Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

કાઠમંડુ પાસે 34 મુસાફર ભરેલી બસ નદીમાં ખાબકી : 8 લોકોના કરુંણમોત ; અનેક લાપતા

દોખાલાથી કાઠમંડુ જતી બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સુનકોસી નદીમાં પડી

.નેપાળમાં એક મોટી બસ દુર્ઘટના બની છે જેમાં 8 મુસાફરોના સ્થળ પર જ મોત થયા છે.જયારે અન્ય કેટલાક લોકો લાપતા છે  કાઠમંડુ  જતી આ બસ રસ્તામાં જ એક નદીમાં પડી ગઈ હતી . આ દુર્ઘટનાનો શિકાર થયેલી બસમાં લગભગ 34 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ થતા તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ દોખાલાથી કાઠમંડુ જઈ રહી હતી, તે સમયે સુનકોસી નદી પાસેથી પસાર થતા સમયે ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા બસ નદીમાં ખાબકી છે.

(12:00 am IST)