Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ધારાસભ્યોને પોતાની સાથે જોડવા માટે ગુનેગારોનો ઉપયોગ અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરે છે ભાજપ :સંજય રાઉત આરોપ

મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી હશે:170થી વધારે ધારાસભ્ય અમારી સાથે છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ માટેના વિવાદ વચ્ચે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર  ગંભીર આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે બીજેપી પર રાજ્યના ધારાસભ્યોને પક્ષમાં કરવા માટે ગૂનેગારોનો ઉપયોગ કરવા અને કેન્દ્રીય એજન્સીનો દુરપયોગ કરી દબાવવાનો આરોપ લગાવ્યો છે.

  આ આરોપો સાથે રાઉતે એમ પણ કહ્યું કે જો બીજેપી નથી માનતી તો મહારાષ્ટ્રમાં શિવસેનાનો મુખ્યમંત્રી હશે કેમકે પ્રદેશના 170થી વધારે ધારાસભ્ય અમારી સાથે છે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રના ધારાસભ્યોને પોતાની સાથે જોડવા માટે બીજેપી કેન્દ્રીય એજન્સીઓ, ગુનેગારો અને અન્ય સંસાધનોનો ઉપયોગ કરી રહી છે.

રાઉતે કહ્યું કે તે જલ્દી જ આ વાતનો ખુલાસો કરશે કે કેવી રીતે બીજેપી ગુનેગારો અને કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ ધારાસભ્યોને પક્ષમાં કરવા માટે કરી રહી છે.

(12:00 am IST)