Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહારાષ્ટ્રમાં રાજકીય દાવપેચ : શિવસેનાના નેતાઓ રાજ્યપાલની મુલાકાત લેશે : ભાજપને સરકાર રચવા આમંત્રણ આપવા માંગ કરશે

પહેલા ભાજપ સરકાર બનાવવા પ્રયત્ન કરે જેથી શિવસેનાનો રસ્તો સાફ થવાની ગણતરી :શિવસેના સ્થિર સરકાર આપવા એનસીપી અને કોંગ્રેસનો સાથ લેતી હોવાનો આપશે સંકેત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ખુરશી માટે માટે ચાલી રહેલી રાજતીય ખેંચતાણમાં ગતિ આવી છે. સૂત્રો પ્રમાણે શિવસેનાના નેતા કાલે સાંજે 5 કલાકે રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મુલાકાત કરશે અને ભાજપને સરકાર માટે આમંત્રણ આપવાની માગ કરશે. સૂત્રોનું કહેવું છે કે શિવસેના વધુ એક રાજકીય દાવ ચાલી રહી છે જેમાં પાર્ટી ઈચ્છે છે કે પહેલા ભાજપ સરકાર બનાવવાના તમામ પ્રયત્ન કરે જેથી બાદમાં શિવસેના માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ થઈ શકે. સાથે તે પણ સંદેશ જશે કે શિવસેના જાણી-જોઈને એનસીપી-કોંગ્રેસનો સાથ લઈ રહી નથી પરંતુ રાજ્યને સરકાર આપવા માટે આમ કરવું જરૂરી છે

(11:57 pm IST)