Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહારાષ્ટ્રની મડાગાંઠ દિલ્હીમાં : સોનિયા ગાંધીને મળશે શરદ પવાર : ફડણવીશ કરશે અમિતભાઇ શાહની મુલાકાત

નવી દિલ્હી : મહારષ્ટ્રમાં સરકાર બનાવવાનું કોકડું ગૂંચવાયું છે રાજ્યમાં  શિવસેના અને એનસીપી મળીને સરકાર બનાવી શકે છે. આ બાબત પર ચર્ચા કરવા માટે એનસીપી અધ્યક્ષ શરદ પવાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે દિલ્હી આવી રહ્યાં છે. શરદ અને સોનિયાની મુલાકાતથી રાજનૈતિક પારો વધવાની આશા છે.

અત્યાર સુધી શરદ પવારની પાર્ટી એનસીપી વિપક્ષમાં બેસવાની વાત કરતી હતી પરંતુ હવે પાર્ટીના સુર બદલ્યાં છે. એનસીપી નેતા અજીત પવારે પણ શિવસેના સાથે ગઠબંઘનની તરફ ઈશારો કર્યો હતો. અજીત પવારે સ્વિકાર્યું કે શિવસેના સાથે વાતચિત માટે તેમને ફોન આવ્યો હતો.

અજીત પવારે કહ્યું કે મને થોડા સમય પહેલા સંજય રાઉતનો સંદેશ મળ્યો, હું એક બેઠકમાં હતો એટલા માટે તેના પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. ઈલેક્શન પછી આ પહેલીવાર છે જ્યારે તેમણે મારો સંપર્ક કર્યો મને ખબર નહીં કે સંદેશ શા માટે મોકલ્યો છે. હું થોડીવારમાં તેમને કોલ કરીશ.

  બીજીતરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કમોસમી વરસાદના હાલાતને લઈને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરાવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહને રાહત આપવાની માગ કરવા માટે દિલ્હીનો પ્રવાસ કરવાના છે પરંતુ રાજનૈતિક લોકોમાં એ ચર્ચા છે તે સીએમ ફડણવીસ સરકાર બનાવવાને લઈને પણ અમિત શાહ સાથે ચર્ચા કરશે.

(8:48 am IST)