Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અસમમાં એનસીઆર મામલે ચાલતી ટીક્કાઓ વચ્ચે CJI રંજન ગોગોઈએ કહ્યું ભવિષ્ય આધારિત દસ્તાવેજ

ગેરદાયેસર પ્રવાસીઓ કે ઘુસણખોરની સંખ્યા શોધવી ઘણી જરુરી હતી

નવી દિલ્હી : અસમમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનશિપ (NRC) મામલે ચાલતી ટીકાઓ વચ્ચે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઈએ કહ્યું હતું કે એનઆરસી વર્તમાન સમયનો દસ્તાવેજ નથી. 19 લાખ અને 40 લાખ મુદ્દો નથી. એનઆરસી ભવિષ્ય ઉપર આધારિત દસ્તાવેજ છે. તેમણે કહ્યું હતું કે આપણે આ દસ્તાવેજ દ્વારા ભવિષ્યમાં થનાર દાવા પર નિર્ણય લઈ શકીએ છીએ.

 ‘પોસ્ટ કોલોનિયલ અસમ’નામના પુસ્તકના લોન્ચિંગ સમારોહમાં સીજેઆઈ રંજન ગોગોઈએ રવિવારે કહ્યું હતું કે ગેરદાયેસર પ્રવાસીઓ કે ઘુસણખોરની સંખ્યા શોધવી ઘણી જરુરી હતી. એનઆરસી દ્વારા કાંઈક આવું જ કરવામાં આવ્યું છે. ના થોડું વધારે, ના થોડું ઓછું. તેમણે એનઆરસીના મુદ્દે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તરફથી ફેલાવવામાં આવી રહેલી ખોટી વાતો ઉપર પણ કહ્યું હતું

   તેમણે કહ્યું હતું કે ઘણા લોકો તરફથી સોશિયલ મીડિયાનો ઉપયોગ આ મુદ્દા પર અસ્પષ્ટ વાતો ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેની ઉપર નિંદાત્મક વાતો કરવામાં આવી રહી છે. તેમના દ્વારા ફેલાવવામાં આવી રહેલી વાતો તથ્યોથી દૂર છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 31 ઑગસ્ટે જાહેર કરેલી અસમ એનઆરસીની અંતિમ યાદીમાં 19,06,657 લોકો બહાર કરવામાં આવ્યા છે. જ્યારે 3,11,21,004 લોકોનો એનઆરસીમાં સમાવેશ કરાયો છે.

(12:00 am IST)