Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દીવ અને દ્વારકાના દરિયાકાંઠેથી બુધવારે રાત્રે 100 કિલોમીટરની ઝડપે મહાભયાનક વાવાઝોડું 'મહા 'પસાર થશે

રાજકોટ : છ નવેમ્બરની મધરાત્રે દીવ અને દ્વારકાના દરિયાકાંઠેથી મહા વાવઝોડુ સો કિલોમીટરની ઝડપે પસાર થશે,હવામાન ખાતાની છેલ્લી જાહેર થયેલી વિગતો મુજબ અતિ ગંભીર સ્વરૂપ પકડેલ મહા વાવઝોડુ વેરાવળથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે 600 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું છે જે આવતીકાલ સુધીમાં પશ્ચિમ અને નોર્થ પશ્ચિમ તરફ આગળ વધશે,પછી પાછું ફંટાઈ અને પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ ઝડપભેર આગળ વધશે

આ વાવાઝોડું છઠ્ઠી નવેમ્બરે મધરાત્રે ગુજરાત સૌરાષ્ટ્રના દીવ અને દ્વારકાના દરિયાકાંઠા વચ્ચેથી 100 કિલોમીટરની ઝડપે પસાર થશે તેમ અત્યારે મોડીરાત્રે જાહેર થયું છે

(12:00 am IST)