Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

સચિન વર્લ્‍ડ કપનો ગ્‍લોબલ એમ્‍બેસેડર

નવી દિલ્‍હીઃ આઇસીસીએ ગઈ કાલે ભારતમાં ક્રિકેટિંગ-ગોડ તરીકે લોકપ્રિય સચિન તેન્‍ડુલકરને ભારતમાં આવતી કાલે શરૂ થતા વન-ડેના વર્લ્‍ડ કપ માટેના ગ્‍લોબલ એમ્‍બેસેડર ઘોષિત કર્યો હતો. છ વર્લ્‍ડ કપ રમી ચૂકેલો સચિન આવતી કાલે અમદાવાદમાં ઇંગ્‍લેન્‍ડ અને ન્‍યુઝીલેન્‍ડ વચ્‍ચેની પ્રથમ મૅચ શરૂ થશે એ પહેલાં શાનદાર ટ્રોફી સાથે આગમન કરશે. ૨૦૧૧માં ભારતે વર્લ્‍ડ કપ જીત્‍યો હતો અને ૨૦૧૩માં તેણે લીધેલી નિવળત્તિ પહેલાંની તેની એ સૌથી મોટી સિદ્ધિ હતી.

વર્લ્‍ડ કપ માટેના આઇસીસી એમ્‍બેસેડર્સમાં વિવ રિચર્ડ્‌સ, ડિવિલિયર્સ, મોર્ગન, ફિન્‍ચ, મુરલીધરન, રોસ ટેલર, સુરેશ રૈના, મિતાલી રાજ તથા પાકિસ્‍તાની ઓલરાઉન્‍ડર મોહમ્‍મદ હાફિઝનો સમાવેશ છે.

(6:16 pm IST)