Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

ધોનીના ન્‍યુ લુકને કલાકમાં ૭૦,૦૦૦ લાઇકસ

નવી દિલ્‍હીઃ ૨૦૦૭ના ટી૨૦ વર્લ્‍ડ કપ વખતે ચેમ્‍પિયન કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોની લૉન્‍ગ હેર સાથે સમગ્ર ક્રિકેટજગત પર છવાઈ ગયો હતો અને ત્‍યાર બાદ તેણે ૧૬ વર્ષની અવિસ્‍મરણીય કરીઅર દરમ્‍યાન કેટલીક હેરસ્‍ટાઇલ અપનાવ્‍યા બાદ આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવળત્તિ લીધા પછી પણ હજી નવી-નવી હેરસ્‍ટાઇલનો તેનો શોખ ઓછો નથી થયો. સેલિબ્રિટી હેરસ્‍ટાઇલિસ્‍ટ આલિમ હકીમ તેને સમયાંતરે નવી અને એકસાઇટિંગ હેરસ્‍ટાઇલ આપતા રહ્યા છે. તેમણે ઇન્‍સ્‍ટાગ્રામ પર ધોનીને આપેલા ન્‍યુ લુકની તસવીરો પોસ્‍ટ કરીને ધોનીના કરોડો ચાહકોને ચોંકાવી દીધા.

ધોનીની સાથે હકીમ બન્‍નેએ પણ નક્કી કર્યું હતું કે ધોનીના પહેલાં લોન્‍ગ હેર થવા દેવા અને પછી એને નવો લુક આપવો. ઇન્‍સ્‍ટાગ્રામ પરની ગઈ કાલની પોસ્‍ટને એક જ કલાકમાં ૭૦,૦૦૦ લાઇક્‍સ મળી હતી.

(6:14 pm IST)