Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

ઇન્‍ટરનેટ સ્‍પીડમાં ભારતનો મોટો કુદકોઃ વિશ્‍વમાં ૪૭મા સ્‍થાને પહોંચ્‍યું

ગત વર્ષે સપ્‍ટેમ્‍બર-રર માં ૧૩.૮૭ MBPS સ્‍પીડ હતી, જે ઓગસ્‍ટ-ર૩માં વધીને પ૦.ર૧ MBPS નોંધાઇ : ભારતે પાડોશી દેશો ઉપરાંત જી-ર૦ના ૬ દેશોને પણ પાછળ રાખ્‍યાઃ ૭ર સ્‍થાન આગળ આવ્‍યું

નવી દિલ્‍હી તા. ૪: ભારતે 5G સેવાઓની શરૂઆત કરી મોબાઇલ ડાઉનલોડ સ્‍પીડમાં બ્રીટન અને જાપાન જેવા વિકસીત દેશોને પાછળ રાખી દીધા છે.

બ્રોડબેન્‍ડ અને મોબાઇલ ઇન્‍ટરનેટ નેટવર્કની ગતિની માહિતી આપતી કંપની ઓકલા મુજબ ભારત સ્‍પીડ ટ઼ેસ્‍ટ ગ્‍લોબલ ઇન્‍ડેકસમાં ૧૧૯ માં સ્‍થાનેથી ૪૭માં સ્‍થાને પહોંચ્‍યું છે. ભારતે ૭ર પગલાનો કુદકો માર્યો છે. 5G ની શરૂઆત બાદ ભારતમાં મોબાઇલ સ્‍પીડમાં ૩.પ૯ ગણી વૃધ્‍ધી જોવા મળી છે.

ભારતમાં સરેરાશ ડાઉનલોડ સ્‍પીડ સપ્‍ટેમ્‍બર-રર માં ૧૩.૮૭ એમબીપીએસ હતી, જે ઓગસ્‍ટ-ર૩માં વધીને પ૦.ર૧ એમબીપીએસની થઇ ગઇ છે. ભારત પાડોશી દેશો બાંગ્‍લાદેશ, શ્રીલંકા અને પાકિસ્‍તાન જેવા દેશો ઉપરાંત જી-ર૦ના મેકસીકો, તુર્કી, બ્રીટન, જાપાન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાથી પણ આગળ નિકળી ગયું છે.

સૌથી વધુ ઇન્‍ટરનેટ સ્‍પીડ ધરાવનાર ટોપટેન દેશોમાં યુએઇ-ર૧૦.૮૯, કતાર-૧૯ર.૭૧, કુવૈત-૧પ૩.૮૬, નોર્વે-૧૩૪.૪પ, ડેનમાર્ક-૧ર૪, ચીન-૧રર.૮૯, દ. કોરીયા-૧ર૦.૦૮, મકાઉ ૧૧ર.૩૩, આઇસલેન્‍ડ-૧૧૦.૦ર તથા નેધરલેન્‍ડ-૧૦૭.૪ર એમબીપીએસની ધરાવે છે.

(5:52 pm IST)