Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

રાહુલે લંગર ઘરની મહિલાઓ સાથે શાકભાજી અને છાલ કાઢી લસણ કાપી અને વાસણો પણ ધોયા : સભામંડપમાં લંગરનું વિતરણ કર્યુ

કોંગ્રેસ સાંસદે બીજા દિવસે સુવર્ણ મંદિરમાં કરી સેવા

નવી દિલ્‍હી, તા. ૪ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગઇકાલે મંગળવારે ફરી એકવાર અમળતસરના સુવર્ણ મંદિર પહોંચ્‍યા હતા. અહીં તેણે લંગર ઘરની મહિલાઓ સાથે શાકભાજી અને છાલ કાઢી લસણ કાપી અને પછી વાસણો ધોયા હતા.  સભામંડપમાં જઈને લંગરનું વિતરણ કર્યું હતું.  આ પછી, તેમણે ભક્‍તોના પગરખાંની સંભાળ રાખવાની સેવા પણ કરી  હતી. તે જ સમયે, શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિએ રાહુલ ગાંધીની આ મુલાકાતને લઈને સવાલો ઉઠાવ્‍યા છે. એસજીપીસીએ કહ્યું કે આ પસ્‍તાવો નથી

  આ પહેલા સોમવારે પણ રાહુલ ગાંધી સુવર્ણ મંદિર પહોંચ્‍યા હતા. અહીં તેમણે મોડી રાત સુધી સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે લાંબા સમય સુધી પાણી પીરસ્‍યું હતું. લોકો પોતે નજીક જઈને તેની સાથે વાત કરતા હતા અને પાણી પણ લેતા હતા

SGPC મહાસચિવ ગુરચરણસિંહ ગ્રેવાલે કહ્યું કે રાહુલ ગાંધીએ જવાબ આપવો જોઈએ કે તેઓ અહીં પસ્‍તાવા માટે આવ્‍યા છે કે રાજકારણ માટે. જ્‍યારે રાહુલ ગાંધી અહીં આવ્‍યા ત્‍યારે તેમણે જોયું જ હશે કે આ અકાલ તખ્‍ત છે. તેણે જોવું જોઈતું હતું કે જ્‍યાં તેણે નમન કર્યું હતું ત્‍યાં જે ગ્રંથી હતો તે ગોળીથી શહીદ થયો હતો અને ગુરુ ગ્રંથ સાહિબની વચ્‍ચે ગોળી વાગી હતી.

(5:47 pm IST)