Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

પૂર્વ IPS સંજીવ ભટ્ટને મોટો ઝટકો: સુપ્રીમકોર્ટે ત્રણેય અરજી ફગાવી : ફટકાર્યો 3 લાખનો દંડ

કોર્ટે સંજીવ ભટ્ટને ઠપકો આપતા કહ્યું કે, તમે સુપ્રીમ કોર્ટમાં કેટલી વાર આવ્યા છો? તમે ઓછામાં ઓછા એક ડઝન વખત કોર્ટમાં ગયા છો?

નવી દિલ્હી :ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ત્રણ અરજીઓ સુપ્રીમ કોર્ટે દંડ સાથે ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેંચે સંજીવ ભટ્ટની ત્રણ અરજીઓ પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારીને ઠપકો આપીને હતો. કોર્ટે સંજીવ ભટ્ટને ઠપકો આપતા કહ્યું કે, તમે સુપ્રીમ કોર્ટમાં કેટલી વાર આવ્યા છો?

તમે ઓછામાં ઓછા એક ડઝન વખત કોર્ટમાં ગયા છો? કોર્ટે કહ્યું કે, ગત વખતે પણ તમારી એક અરજી પર સુપ્રીમ કોર્ટે 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કહ્યું કે શું તમે ઈચ્છો છો કે તમારા માટે કોઈ વિશેષ આદેશ જારી કરવામાં આવે? જો કે, ભટ્ટના પક્ષે સુપ્રીમ કોર્ટ દ્વારા લાદવામાં આવેલ દંડ ઘટાડવા વિનંતી કરી હતી. કોર્ટે ના પાડી દીધી અને કહ્યું કે 3 લાખ રૂપિયાનો દંડ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ખાતામાં જમા કરાવો.

(12:57 am IST)