Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd October 2023

આસામ સરકાર મૂળ મુસ્લિમ સમુદાયોનું કરાવશે સામાજિક-આર્થિક સર્વેક્ષણ :કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા

કોંગ્રેસે કહ્યું આસામના તમામ સમુદાયો, ખાસ કરીને પછાત વર્ગના લોકોનો એક સર્વે કરાવવો જોઈએ. તો પછી સરકાર સિલેક્ટિવ સર્વે કેમ કરી રહી છે?

ગુવાહાટી: આસામ સરકારે કહ્યું કે તે રાજ્યના પાંચ સ્વદેશી મુસ્લિમ સમુદાયોનું સામાજિક-આર્થિક સર્વેક્ષણ કરશે જેથી કરીને તેમના ઉત્થાન માટે પગલાં લઈ શકાય. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ આ સંદર્ભે રાજ્ય સચિવાલયમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

  2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં કુલ વસ્તી 3.12 કરોડ હતી. મુસ્લિમ વસ્તી 1.07 કરોડ હતી, જે રાજ્યના કુલ રહેવાસીઓના 34.22 ટકા હતી. રાજ્યમાં 1.92 કરોડ હિંદુઓ હતા, જે કુલ વસ્તીના લગભગ 61.47 ટકા હતા.

 વિપક્ષ કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે આસામના તમામ સમુદાયો, ખાસ કરીને પછાત વર્ગના લોકોનો એક સર્વે કરાવવો જોઈએ. તો પછી સરકાર સિલેક્ટિવ સર્વે કેમ કરી રહી છે? જો તેમનો ઈરાદો સારો હોય તો તમામ OBC તેમજ SC અને ST માટે સર્વે હોવો જોઈએ. આસામના આ પાંચ મૂળ મુસ્લિમ સમુદાયો મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે સમીક્ષા કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સમીક્ષાના તારણો રાજ્ય સરકારને લઘુમતી સમુદાયોના વ્યાપક સામાજિક-રાજકીય અને શૈક્ષણિક ઉત્થાન માટે યોગ્ય પગલાં લેવા માટે માર્ગદર્શન આપશે.

(12:55 am IST)