Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

તહેવારોની સિઝનમાં બેંકમાં પણ હશે લાંબુ વેકેશન, બીજા સપ્તાહમાં પણ સળંગ ત્રણ દિવસ બંધ રહેશે

-દિવાળીએ પણ સળંગ ચાર દિવસ રજાનો સંયોગ

 

નવી દિલ્હી : તહેવારોની સીઝનમાં બેંકમાં પણ લાંબુ વેકેશન રહેશે મહિનાની  7 અને 8 ઓક્ટોબરના રોજ સરકારી ઓફિસોમાં રામનવમી અને દશેરાના કારણે રજા રહેશે. તેના પહેલા 6 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે, ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં બેન્ક સળંગ 3 દિવસ બંધ રહેશે. 12 ઓક્ટોબરના રોજ બીજો શનિવાર અને 13 ઓક્ટોબરના રોજ રવિવાર છે. એટલે કે, બીજા અઠવાડિયામાં બેન્ક બુધ, ગુરુ અને શુક્ર એમ ત્રણ દિવસ કામ કરશે. ત્યાર પછી 20 ઓક્ટોબરના રોજ રવિવાર હોવાના કારણે બેન્ક બંધ રહેશે

દિવાળી દરમિયાન પણ બેન્કમાં 4 દિવસની સળંગ રજાનો યોગ બની રહ્યો છેત. 26 ઓક્ટોબરના રોજ ચોથો શનિવાર અને 27 ઓક્ટોબરના રોજ રવિવાર છે. દિવાળી પણ રવિવારે છે. 28 ઓક્ટોબરના રોજ બેસતું વર્ષ અને 29 ઓક્ટોબરના રોજ ભાઈબીજની રજા રહેશે

(10:58 pm IST)