Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી ઉર્જીત પટેલને અમેરિકાની ખેલ યુનિવર્સિટીનો એવોર્ડઃ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ માટેનો ''વિલ્બર લ્યુસિઅસ ક્રોસ મેડલ ર૦૧૯'' એનાયત

કનેકટીટકઃ કનેકટીકટઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર શ્રી ઉર્જીત રવિન્દ્ર પટેલને અમેરિકાની પેલ યુનિવર્સિટીએ શ્રેષ્ઠ કારકિર્દી બદલ ૨૦૧૯ની સાલનો ''વિલ્બર લ્યુસિઅસ ક્રોસમેડલ'' આપી સન્માનિત કર્યા હોવાનું ૧૧ સપ્ટેં.૨૦૧૯ની યાદીમાં જણાવ્યું છે.

 આ યુનિવર્સિટીએ કુલ ૪ પૂર્વ સ્ટુડન્ટસને આપેલ એવોર્ડમાં શ્રી ઉર્જીત પટેલનો સમાવેશ થાય છે.

શ્રી પટેલએ ૧૯૯૦નીસાલમાં ઉપરોકત યુનિવર્સિટીમાંથી ''ડોકટરેટ ઓફ ઇકોનોમિકસ''ની ડીગ્રી મેળવેલી છે. બાદમાં તેમણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર તરીકે સપ્ટેં.૨૦૧૬ થી ડીસેં.૨૦૧૮ દરમિયાન સેવાઓ આપી હતી. તેઓ રાષ્ટ્રિય તથા આંતર રાષ્ટ્રિય કક્ષાની નાણાંકિય સેવાઓને લગતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમણે અર્થતંત્રને લગતી નીતિઓ વિષે ૪૦ જેટલા સંશોધન પત્રો લખ્યા છે તેમજ જુદા જુદા સ્થળોએ લેકચર આપેલા છે.

 

(9:44 pm IST)