Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના યુવાનનો હત્યારો પોલિસ ઓફિસર ગોળીબારના આરોપમાંથી મુકત

કેલિફોર્નિયા :  યુ.એસ.ના કેલિફોર્નિયામાં સ્થાયી થયેલ ભારતીય મૂળના પરિવારના માનસીક ક્ષતિગ્રસ્ત  યુવાન પુત્ર ઉપર ગોળીબાર કરી હત્યા નિપજાવનાર ઓફડયૂટી પોલીસ ઓફિસર ઉપર ગોળીબાર દ્વારા હત્યા નિપજાવવાનો આરોપ નહીં લગાવી શકાય તેવું જયુરીએ જણાવ્યુ છે.

૧૪ જૂન ર૦૧૯ ના રોજ બનેલી ઘટના વાળા ભારતીય મૂળના શ્રી રસેલ તથા પાઓલા ફ્રેન્ચ તેમના માનસીક રીતે ક્ષતિગ્રસ્ત યુવાન પુત્રને સાથે લઇ શોપીંગ માગટે ગયા હતા. ત્યારે શોપીંગ મોલમાં નોકરીના સમય સિવાયમાં ખરીદી માટે આવેલા પોલીસ ઓફીસર સાલ્વાડોર સાન્ચેઝ તેના દોઢ વર્ષના બાળક સાથે ખરીદી માટે ઉભા હતા જેઓને ભારતીય મૂળના માનસિક ક્ષતિગ્રસ્ત યુવાને પાછળથી માથા ઉપર ફટકો મારી પછાડી દીધા હતા. પરિણામે આ પોલીસ ઓફીસરએ પોતાના ઉપર ગોળીબાર થયો હોવાનું લાગતા તેણે આ યુવાન ઉપર ગોળીબાર કરતા તેનું મોત થયુ હતુ તેમજ તેના માતાપિતાને પણ ઇજા પહોચી હતી. જે અંગે જયુરીએ પોલીસ ઓફિસરને ગોળીબાર કરવાના આરોપમાંથી મુકત ગણેલ હતો તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:51 pm IST)