Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

શક્તિકાંત દાસના નેતૃત્વમાં એમપીસી જ નિર્ણયો કરે છે

ટીમમાં ચેતન ઘાટે અને વિરલ આચાર્ય સામેલ : એમપીસીની છ સભ્યોની મોટી ટીમમાં જુદા જુદા ક્ષેત્રોના આર્થિક નિષ્ણાતો રહેલા છે : પ્રોફેસર પામી દુઆ સામેલ

મુંબઈ, તા. ૪ : આરબીઆની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી. આરબીઆઈની એમપીસીમાં કોણ કોણ સભ્યો છે તેને લઇને હમેશા ચર્ચા થતી રહી છે. એમપીસીનું નેતૃત્વ આરબીઆના ગવર્નર શક્તિકાંત દાસ કરી રહ્યા છે. શક્તિકાંત દાસના નેતૃત્વમાં આરબીઆઈની બેઠક યોજાઈ હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ નીતિ સમિતિમાં જે સભ્યો રહેલા છે તેમાં વિરલ આચાર્ય, ભારતીય સંસ્થાના પ્રોફેસર ચેતન ઘાટે, દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકના પ્રોફેસર પામી દુઆ અને  રવિન્દ્ર ધોળકિયાનો સમાવેશ થાય છે. આ તમામ લોકો પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાપક વિચારણા બાદ નિર્ણય કરે છે. સર્વંસમતિથી તમામ નિર્ણય કરવામાં આવે છે. બેઠકમાં મૂલ્ય સ્થિરતાના પાસા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવ હતી. એમપીસીમાં સામેલ રહેલા સભ્યોના ઢોળકિયાની રજૂઆત પણ જોરદાર રહે છે. બેઠકમાં તમામ મુદ્દા પર ચર્ચા કરાઇ હતી.

(8:14 pm IST)