Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સમીક્ષા હાઈલાઈટ્સ......

દિવાળી પહેલા આરબીઆઇની લોકોને મોટી ભેંટ

મુંબઈ, તા. ૪ : ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપો રેટ હવે ઘટીને ૫.૧૫ ટકા થઇ ગયો છે. રેટ ઘટી જતા લોન પણ હવે સસ્તી થઇ રહી છે. જેથી સામાન્ય લોકોને રાહત મળનાર છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટને ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે.  આરબીઆઈ પોલિસી સમીક્ષા હાઈલાઈટ્સ નીચે મુજબ છે.

*   ધારણા પ્રમાણે જ નાણાંકીય વર્ષની ચોથી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો   ઘટાડો થતા રેપો રેટ ૫.૧૫ ટકા થયો

*   રિવર્સ રેપોરેટ ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કરવામાં આવ્યો છે

*   સીઆરઆર અથવા તો કેશ રિઝર્વ રેશિયો ચાર ટકાના દરે યથાવત રખાયો

*   સતત પાચમી વખત વ્યાજદરમાં ઘટાડો કરાતા લોન સસ્તી થવાના સંકેત

*   ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં બેઠક થઇ ત્યારે રિઝર્વ બેંકે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી ૬.૨૫ કર્યો હતો. ત્યારબાદથી સતત પાંચમી વખત ઘટાડો કરાયો

*   એમપીસી દ્વારા રેપોરેટમાં  ઘટાડો બહુમતિ નિર્ણયથી કરવામાં આવ્યો

*   મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને માર્કેટના નિષ્ણાતો મુજબ જ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો

*   આર્થિક ગતિવિધિને વેગ આપવાના ઇરાદા સાથે રેટમાં ઘટાડો કરાયો

*   ૭ તબક્કાની લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ એનડીએ સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ  ત્રીજી બેઠક યોજવામાં આવી

*   બેંકો રેટમાં કાપ મુકવા ઇચ્છુક નથી. કારણ કે, ડિપોઝિટ અને હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ બચત ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી છે

*   ઇએમઆઈ તરીકે ગણતરી કરતા હોમ લોન સસ્તી થશે

*   આરબીઆઈએ સામાન્ય લોકોને  દિવાળી પહેલા મોટી ભેંટ આપી

*   આજના ઘટાડાની સાથે આરબીઆઈ દ્વારા ૨૦૧૯માં રેપોરેટમાં ૧૩૫ બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો

*   રેટમાં ઘટાડો સહમતિ સાથે કરવામાં આવ્યો છે જેમાં તમામ સભ્યોએ ઘટાડા માટે તરફેણ કરી

*   રવિન્દ્ર ધોળકિયાએ રેપોરેટમાં ૪૦ બેઝિક પોઈન્ટના ઘટાડાની વાત કરી હતી

*   જીડીપી આગાહીનો આંકડો ૬.૯ ટકા ઘટાડીને ૬.૧ કરાયો

*   જીડીપી ગ્રોથ હાલમાં છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો છે

(8:11 pm IST)