Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

રેપોરેટ ઘટી જતા હવે બધી હોમ લોનો સસ્તી બની શકે

રેપોરેટ ઘટતા બેંકોને સસ્તા ફંડિંગ મળશે : પર્સનલ, હોમ અને કાર લોન લેનારને ફાયદો : ફ્લોટિંગ વ્યાજદર પર લોન લઇ ચુકેલા લોકોને સીધો મોટો ફાયદો

મુંબઈ, તા. ૪ : રેપોરેટમાં આજે ઘટાડો કરવામાં આવ્યા બાદ લોન સસ્તી થવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. રિઝર્વ બેંક બેંકોને જે ફંડ આપે છે તેમાં ઘટાડો થયો છે. રેપોરેટ ઘટવાથી બેંકોને આરબીઆઈથી સસ્તા પ્રમાણમાં ફંડ ઉપલબ્ધ થશે જેથી બેંકો પણ ઓછા વ્યાજદર પર કાર, હોમ લોન સહિત અન્ય લોનની ઓફર કરી શકશે. નવા લોન સસ્તા થશે. જે લોકો પહેલાથી જ લોન લઇ ચુક્યા છે તે લોકોને ઇએમઆઈમાં અથવા તો રિપેમેન્ટ પિરિયડમાં ઘટાડાનો લાભ મળશે. હવે આગામી નાણાંકીય નીતિ સમક્ષાની બેઠક ડિસેમ્બરમાં યોજવામાં આવનાર છે.  આરબીઆઈની પોલિસી સમીક્ષા આજે જારી કરવામાં આવી હતી જેમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ જુદા જુદા પ્રકારની લોન સસ્તી થશે તેવા સંકેત મળી રહ્યા છે. રેપોરેટ ઘટી જતાં બેંકો આનો લાભ ગ્રાહકોને આપી શકે છે. તમામ પ્રકારની લોન આના લીધે સસ્તી થશે. આના કારણે ઇએમઆઈમાં ઘટાડો થશે. ફ્લોટિંગ વ્યાજના દર ઉપર જો કોઇપણ પ્રકારની લોન લેવામાં આવી છે તો ઇએમઆઈ આજની બેઠક બાદ ઘટશે. હોમ લોન, પર્સનલ લોન અને કાર લોન લેવા ઇચ્છુક લોકોને પણ રાહત મળશે.

    મોનિટરી પોલિસીમાં આરબીઆઈએ ના રેપોરેટ લાગૂ કરી દીધા છે. તટસ્થ પોલિસી અપનાવવાના બદલે ઉદાર પોલિસી અપનાવવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે આજે નાણાંકીય વર્ષની તેની ચોથી નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. ધારણા પ્રમાણે જ રેપોરેટમાં ૨૫  બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ  ખુબ ઉપયેગી  ગણતા રેપોરેટ   ઘટીને હવે ૫.૧૫ટકા થઇ ગયો છે. આવી જ રીતે રિવર્સ રેપો રેટ ઘટીને હવે ૫.૧૫ ટકાથી ઘટાડીને ૪.૯ ટકા કરી દેવામાં આવ્યો છે. સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરબીઆઇએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે. જેથી તમામ પ્રકારની હોમ અને અન્ય લોન સસ્તી થશે. આરબીઆઇએ સામાન્ય લોકો અને કંપનીઓને મોટી રાહત આપી દીધી છે. છેલ્લી ત્રણ બેઠકમાં પણ એમપીસી દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામા ંઆવ્યો હતો. વ્યાજદર ઘટાડી દેવાનો અર્થ એ છે કે હવે જ્યારે બેંક પણ આરબીઆઇ પાસેથી ફંડ મેળવશે ત્યારે તેમને નવા દર પર ફંડ મળશે. સસ્તા દર પર બેંકોને મળનાર ફંડનો ફાયદો બેંક પોતાના ગ્રાહકોને આપી શકે છે. આ રાહત આપની સસ્તી લોન ઓછી થયેલી ઇએમઆઇ પર વિભાજિત થઇ જાય છે. જેથી જ્યારે પણ રેપો રેટ ઘટી જાય છે ત્યારે આપના માટે લોન સસ્તી બની જાય ચે. સાથે સાથે લોન ફ્લોટિંગ છે તો તેમાં ઇએમઆઇ પણ ઘટી જાય છે.

(8:10 pm IST)