Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ટ્વિટર- ટ્વિટ ડેક ઠપઃ લાખો વપરાશકર્તાઓને મુશ્કેલી નડી

નવીદિલ્હી,તા.૪: ટ્વિટર અને તેનું ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ટ્વીટ ડેક ઠપ્પ થઈ જવાના કારણે સમગ્ર વિશ્વના લાખો વપરરાશકર્તાઓને માઈક્રોબ્લોગિંગ સાઈટનો ઉપયોગ કરવામાં મુશ્કેલી નડી હતી.ટ્વિટર સપોર્ટે ટ્વિટના માધ્યમથી ટ્વિટર અને તેનું ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ટ્વીટડેટ ઠપ્પ થઈ જવાની માહિતી આપી હતી. મંગળવાર રાતના સમયથી આ સમસ્યાની શરૂઆત થઈ હતી અને ટ્વિટરની ડેશબોર્ડ મેનેજમેન્ટ એપ ટ્વીટેડએ બુધવારથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ફરીથી કામ આપવાનું શરૂ કરી દીધું હતું. સમસ્યાના કારણે વપરાશકર્તાઓને ટ્વિટ જોવામાં અને લોગઈન કરવામાં મુશ્કેલીનો અનુભવ થયો હતો.

ટ્વિટર સપોર્ટ એકાઉન્ટની મદદથી  કરવામાં આવેલી ટ્વિટમાં 'તમેને ટ્વિટ કરવામાં, નોટિફિકેશન મેળવવામાં કે ડાયરેકટ મેસેજ (ડીએમ) જોવામાં મુશ્કેલી નડી શકે છે. અમે એક સમસ્યાને ઉકેલવા કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ તે સામાન્ય રીતે કામ કરવા લાગશે' તેમ કહેવાયમાં આવ્યું હતું. જો કે, આ ટ્વિટ સિવાય કંપની તરફથી અન્ય કોઈ માહિતી બહાર પાડવામાં  ન હોતી આવી.

આઉટેજ મોનિટરિંગ વેબસાઈટને ટ્વિટર ઠપ્પ થવાની ચાર હજારથી પણ વધારે ફરિયાદો મળી હતી. આ રિપોર્ટ જાપાન, કેનેડા, ભારત સહિત સમગ્ર વિશ્વના વપરાશકર્તાએ તરફથી નોંધયો હતો.

ટ્વિટરના એક પ્રતિનિધિએ અગાઉ તેઓ ટ્વીટટેડમાં રહેલો મુશ્કેલીઓની તપાસ કરી રહ્યા હવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, એક સાથે અનેક ટ્વિટર એકાઉન્ટરની મદદથી ટ્વિટનું મોનિટરિંગ કરવા માટે ટ્વીટડેકનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે રિપોર્ટર્સ અને અન્ય કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે.

(4:13 pm IST)