Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

IRCTC ના IPOને જબરદસ્ત પ્રતિસાદ : ૧૧ર ગણો ભરાયો

બે કરોડ શેરના ઓફરિંગ સામે રપ કરોડ શેર જેટલી ઓફર પ્રાપ્ત થઇ

નવી દિલ્હી, તા. ૪ : ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) ના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ)ને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડયો છે. ગુરૂવારે જયારે ઇશ્યૂ બંધ થયો ત્યારે આ ઇશ્યૂ ૧૧૧.૯૧ ગણો ભરાયો હતો. ગુરૂવારે સાંજે ૬.૪પ કલાક સુધી શેરબજારને મળેલા આંકડા અનુસાર આઇઆરસીટીસીના વેચાણ માટે ઓફર કરવામાં આવેલ. બે કરોડના શેરની અવેજમાં રપ કરોડ શેર માટે ઓફર પ્રાપ્ત થઇ છે. કંપની રૂ. ૬૪પ કરોડ એકત્ર કરવા આઇપીઓ લાવી હતી.

ઇન્સ્ટિટયૂશનલ રોકાણકારોની કેટેગરીમાં આ ઇશ્યૂ ૧૦૮.૭૯ ગણો, નોન ઇન્સ્ટિટયશનલ કેટેગરીમાં ૩પ૪.પર ગણો અને રિટેલ ઇન્વેસ્ટર્સની કેટેગરીમાં ૧૪.૬પ ગણો સબસ્ક્રાઇબ થયો છે. રોકાણ અને લોક સંપત્તિ પ્રબંધન વિભાગ (દીપમ્) દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે આઇઆરસીટીસીના આઇપીઓને તમામ કેટેગરીમાં રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે.

(4:09 pm IST)
  • પ્રોફેશનલ ક્રિકેટર્સ અસોસીએશનનો પ્લેયર ઓફ ધ યર બન્યો બેન સ્ટોકસ access_time 3:59 pm IST

  • કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા : નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ જયશંકર અને હરદીપ પુરી બપોર પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળવા દોડી ગયા છે. કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી રહી છે. access_time 5:45 pm IST

  • હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદીમાં નવજોતસિંહ સિદ્ધુ ગાયબ : હરિયાણામાં કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર : વિધાનસભા ચૂંટણીમાં સાંભળશે મોરચો :પંજાબની નજીકના આ રાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં સિદ્ધુ ના નામની બાદબાકી access_time 12:58 am IST