Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વેપારીઓ માટે ઇનપુટ ટેકસ ક્રેડિટ કલેમ કરવાની છેલ્લી તક

ઓકટોબરમાં દાવો નહીં કરે તો ક્રેડિટ ગુમાવવી પડશે

નવી દિલ્હી તા. ૪ :.. જીએસટી કરદાતાઓ માટે ઓકટોબરમાં ભરવાપાત્ર સપ્ટેમ્બર મહીનાનું જીએસટીનું રિટર્ન આ માસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. વેપારીએ વર્ષ ર૦૧૮-૧૯ ની કોઇ પણ પ્રકારની ઇનપુટ ટેકસ ક્રેડિટ અત્યાર સુધી કલેમ નહીં કરી હોય તો આ વર્ષના રીટર્ન સાથે વેપારી માટે ઇનપુટ ટેકસ ક્રેડિટ કલેમ કરવાની છેલ્લી તક રહેશે.

સરકાર દ્વારા ૧ ઓકટોબર ર૦૧૯ થી આ તમામ ફેરફાર અમલમાં લાવવામાં આવ્યા છે. તે મુજબ પાછલા વર્ષોની ઇનપુટ ટેકસ ક્રેડિટનો દાવો કરવાની છેલ્લી તક ઓકટોબર માસની અપાઇ છે. વર્ષ ર૦૧૮-૧૯ ના કોઇપણ સેલ્સ રિટર્નમાં અથવા જીએસટી સહિતના ડીસ્કાઉન્ટ કે ક્રેડિટ નોટ ઇસ્યુ કરવી હોય તો તે સપ્ટેમ્બરના રિટર્નમાં કરી શકાશે. આ અંગે જીએસટી પ્રેકિટશનર સંદીપ પરીખે જણાવ્યું હતું કે જીએસટીના કાયદાની જોગવાઇઓ અનુસાર સરકાર કરદાતા વેપારીઓને પાછળા નાણાીય વર્ષની ઇનપુટ ટેકસ ક્રેડિટ કલેમ કરવા છ મહિનાનો સમય આપે છે. વેપારી કરદાતાઓએ ઓકટોબરમાં ભરવાપાત્ર સપ્ટેમ્બરના રિટર્નમાં દાવાો કરી દેવો પડશે.

(4:08 pm IST)