Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વ્યાજદરમાં 'દિવાળી'....અર્થતંત્રમાં 'હોળી'

રીઝર્વ બેન્કે જીડીપી ગ્રોથનું અનુમાન ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યુઃ માંગ અને નિવેશમાં ઘટાડાને જવાબદાર ઠેરવ્યું

મુંબઈઃ રીઝર્વ બેન્કે રેપોરેટમાં ઘટાડાની સાથે જ ૨૦૧૯-૨૦માં દેશની ઈકોનોમીના ગ્રોથના અનુમાનને ૬.૯ ટકાથી ઘટાડી ૬.૧ ટકા કર્યુ છેઃ જો કે સરકાર નાણાકીય વર્ષના બીજા હાફમાં ગ્રોથમાં રીકવરીની આશા વ્યકત કરી છેઃ જૂન ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ૬ વર્ષના તળીયે પહોંચી ૫ ટકાથી પણ નીચો પહોંચી ગયો હતો જેના કારણે રીઝર્વ બેન્કને આ વર્ષના આર્થિક ગ્રોથના અનુમાનમાં આ મોટો ઘટાડો કરવો પડયો છેઃ ઉપભોગમાં ઘટાડો અને ખાનગી સેકટરમાં નિવેશ નબળુ હોવાને કારણે આવુ જોવા મળ્યુ છેઃ અનુમાનમાં આ ઘટાડાથી સ્પષ્ટ થાય છે કે આવતા કેટલાક વધુ મહિનાઓમાં મંદી જોવા મળશેઃ જો કે સરકારે અર્થતંત્રને દોડતુ કરવા માટે કોર્પોરેટ ટેકસ ઘટાડયો છે અને બીજા કેટલાક પગલા પણ લીધા છેઃ ગ્રોથમાં વધારાના પ્રયાસ માટે રીઝર્વ બેન્કે રેપોરેટ ૨૫ બેઝીઝ પોઈન્ટ પણ ઘટાડયો છેઃ રીઝર્વ બેન્કે ૨૦૨૦-૨૧માં જીડીપી ગ્રોથ ૭ ટકા રહેવાનું પણ અનુમાન વ્યકત કર્યુ છે.

(3:12 pm IST)