Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાની ' નમસ્કાર સેવા 'શરૂ : યાત્રીઓની માંગણી પર સહાયક પૂરો પડાશે

ઘરેલૂ યાત્રીએ 750 રૂપિયા અને વિદેશ યાત્રીને 1500 રૂપિયાની ચુકવણી કરવી પડશે.

નવી દિલ્હી : એર ઇન્ડિયાએ દિલ્હી એરપોર્ટ પર  'નમસ્કાર સેવા' શરૂ કરી છે.જેમાં એર ઇન્ડિયા યાત્રીની માગણી ઉપર એમને એક સહાયક પૂરી પાડવામાં આવશે. આ મદદગાર વિમાનમાં બેસવા સુધી યાત્રીની મદદ કરશે. એના માટે ઘરેલૂ યાત્રીએ 750 રૂપિયા અને વિદેશ યાત્રીને 1500 રૂપિયાની ચુકવણી કરવી પડશે.

આ સેવા પહેલા ફર્સ્ટ ક્લાસના પેસેન્ડર્સ માટે ઉપલબ્ધ છે. હવે આ સર્વિસ બિઝનેસ અને ઇકોનોમી ક્લાસના પેસેન્જર્સને પણ મળશે.

   એક અધિકારીએ કહ્યું કે ઘણી વખત ફીડબેક આવે છે કે બિઝનેસ અને ઇકોનોમી ક્લાસના પેસેન્જર્સને એરપોર્ટ પર કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડ્યો છે આ પ્રકારની આવી ફરિયાદો દૂર કરવા માટે આ સેવા શરૂ કરી રહ્યા છે.

 

અધિકારીએ જણાવ્યું કે આ સર્વિસમાં ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પર વધારે ફોકસ કરવામાં આવશે, ખાસ રીતે એ પેસેન્જર્સ પર, જે ટ્રાન્ઝિટમાં યાત્રા કરી રહ્યા હશે, કારણ કે એમને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર જવું પડશે.

આ સર્વિસ માટે એરલાયન વિશેષ રીતે ત્રણ લોકોની ટીમ બનાવશે. આ ટીમ એ પેસેન્જર્સની મદદ કરશે, જે namaskarsewa.in લિંક પર જઇને આ સર્વિસ માટે રજિસ્ટર કરશે.

રજિસ્ટર કરનાર પેસેન્જર્સને એરપોર્ટ એન્ટ્રી પર રિસીવ કરવામાં આવશે અને એમના પ્લેનમાં બેસવા સુધી વચ્ચે તમામ ઔપચારિકતાઓ અને જરૂરીયાતો એરલાયનના કર્મચારી હેન્ડલ કરશે.

(1:36 pm IST)