Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બાલાકોટમાં કઇ રીતે બોંબવર્ષા થઇ'તી ? વાયુદળે વીડિયો જારી કર્યો

એરફોર્સ ડે દરમ્યાન વાયુદળે જારી કર્યો પ્રયોશીલ વિડિયોઃ કઇ રીતે તબાહ કર્યા હતાં આતંકી કેમ્પ? વિગતો આવી : અડધી રાત્રી કાળ બનીને ત્રાટકી હતી વાયુસેનાઃ બોંબનો વરસાદ વરસાવી ૩૦૦ ત્રાસવાદીઓનો સફાયો કર્યો હતો

નવી દિલ્હી, તા.૪:  ભારતીય વાયુસેનાએ ફરી એકવાર પોતાની શકિતનો પરચો આપ્યો છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓનો સફાયો કર્યા બાદ દેશનું ગૌરવ વધાર્યું હતું. જેનો વીડિયો જાહેર કરાયો છે. આ વીડિયોમાં ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા કેવી રીતે આતંકીઓનો સફાયો કરાયો એ સ્પષ્ટ દેખાય છે. એરફોર્સ દ્વારા આ વીડિયો જાહેર કરાતાં ફરી એકવાર દેશવાસીઓને સેના પ્રત્યે ગૌરવની લાગણી થઇ રહી છે.

૧૪ ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારત તરફથી સરહદ પાર પાકિસ્તાનની અંદર દ્યૂસીને બાલાકોટમાં કરાયેલ એર સ્ટ્રાઇકના પુરાવા પહેલી વખત જાહેર કરાયા છે. વાયુસેનાની પ્રમોશનલ ફિલ્મમાં ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇકના ફૂટેજના અંશ દર્શાવાયા છે. ૮ ઓકટોબરે વાયુસેના દિવસ મનાવાય છે. એ પહેલા એરફોર્સ ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વીડિયો દર્શાવાયો છે. જેમાં ઓપરેશન બાલાકોટને અંજામ કેવી રીતે અપાયો એ દર્શાવાયું છે. આ ઓપરેશનને અંજામ આપનારા બહાદુર જવાનોના વીડિયો ફૂટેજ દર્શાવાયા છે.

એરફોર્સ વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ કહ્યું કે, ગત વર્ષે વાયુસેનાએ દ્યણી મહત્વપૂર્ણ સિધ્ધિઓ મેળવી છે. જેમાં ૨૬ ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકી કેમ્પોને સફળતાપૂર્વક નિશાન બનાવાયા હતા. આતંકી કેમ્પોનો સફાયો કરાયો હતો. તેમણે એ પણ કહ્યું કે, ૨૭ ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે હવાઇ લડાઇમાં પાકિસ્તાનનું એક F-16 વિમાન નષ્ટ થયું હતું.  જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ ઘ્ય્ભ્જ્ના જવાનો પર હુમલો કર્યો હતો. જેનો બદલો લેવા માટે જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં દ્યુસીને એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશના આતંકી કેમ્પો પર ભયાનક બોમ્બ વર્ષાવ્યા હતાં. ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં૬ ૭૦ કિલોમીટર અંદર સુધી કરવામાં આવેલા આ આક્રમક કાર્યવાહી પર ભારતમાં કેટલાક લોકોએ તો પાકિસ્તાનમાં પુરવા માંગ્યા હતાં. ભારતના જ કેટલાક લોકોએ વાયુસેના પર પણ સવાલ ખડા કર્યા હતાં. પરંતુ આજે ભારતીય વાયુસેનાએ આ પુરાવા જાહેર કર્યા છે.

વાયુસેના દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, કઈ રીતે પુલવામા આતંકી હુમલા બાદ દેશમાં પાકિસ્તાની આતંકીઓ વિરૂદ્ઘ ભારે રોષ હતો. ત્યાર બાદ વાયુસેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરવાની યોજના બનાવી હતી. વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનની સરહદમાં ૭૦ કિલોમીટર અંદર આવેલા બાલાકોટમાં ધમધમી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાન બનાવ્યા હતાં અને તેનો ખુરદો બોલાવી દીધો હતો.

વીડિયોમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને તેના બીજા જ દિવસે એટલે કે ૨૭ ફેબ્રુઆરી એ ભારતીય વાયુક્ષેત્રમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પણ ભારતીય વાયુસેનાએ તેમને મારી ભગાવ્યા હતાં.

જોકે દુનિયાભરમાં નાક વઢાયા બાદ પણ પાકિસ્તાન બાલાકોટમાં કઈં બન્યુ જ નથી તેના ગાણા ગાતું રહ્યું હતું. તેવી જ રીતે ભારતમાં પણ કેટલાક તથાકથિત લોકોએ એરસ્ટ્રાઈકના પુરાવા માંગ્યા હતાં. આ લોકોએ ભારતીય વાયુસેનાની ક્ષમતા પર જ સવાલ ખડા કર્યા હતાં. પરંતુ આજે વાયુસેનાએ આ લોકોને સણસણતો તમાચો માર્યો છે અને બાલાકોટ હુમલાના પુરાવા જાહેર કર્યા છે.

પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ ૧૪ ફેબ્રુઆરી એ પુલવામામાં આતંકી હુમલા કર્યા હતાં. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહિદ થયા હતાં. ત્યાદ બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર અડધી રાત્રે કાળ બનીને ત્રાટકી હતી અને બોમ્બ વરસાવ્યા હતાં. જેમાં આશરે ૩૦૦ જેટલા ત્રાસવાદીઓને મોતની ઘાટ ઉતારીને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો.

(3:14 pm IST)