Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પાક કબ્જા ગ્રસ્ત કાશ્મીરમાં સરહદ સુધી વિરોધ પ્રદર્શનો

ભારતીય લશ્કર એલઓસી ઉપર હાઇએલર્ટઃ જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ આર્ટિકલ હટાવવાના વિરોધમાં ઇમરાન ખાન છેલ્લે પાટલેઃ વિદાયના ભણકારા

જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવ્યાંને આજે ૬૦ દિવસ થઇ ગયા હોવા છતાં પાકિસ્તાન તેના નાપાક ઇરાદાથી હજુ પણ બાજ આવતું નથી. પાકિસ્તાને આજે આર્ટીકલ ૩૭૦ને લઇને પીઓકેમાં વિરોધ પ્રદર્શન માટે એસઓસી સુધી લોકોને વિરોધ કરવા અપીલ કરી છે.

  સૈનાના સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં લોકોને પાકિસ્તાનની સેનાએ એલઓસી સુધી વિરોધ પ્રદર્શન કરવા અંગે જણાવવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે પાકિસ્તાને લાખો લોકોને પીઓકેની સરહદ નજીકના વિસ્તારમાં રાખ્યાં છે.

  પીઓકેની સરહદ નજીક લોકોને કલમ ૩૭૦ હટાવવા પ ર વિરોધ પ્રદર્શન કરવા જણાવવામાં આવ્યું છે. તેની સાથે એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આજે પીઓકેના સ્કાર્દૂની મુલાકાતે આવી શકે છે. જયાં ઇમરાન ખાન એક જનસભાને સંબોધન પણ કરે તેવી શકયતા છે.

  પીઓકેના પાકિસ્તાન દ્વારા એલઓસી સુધી લોકોને વિરોધ પ્રદર્શન કરવા અંગેનું જણાવ્યું હોવાની સૂત્રોને મળેલી જાણકારીને લઇને ભારતીય સેનાને સરહદ પર હાઇએલર્ટ કરવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ એલઓસી નજીક કેટલાંક સ્થાનિક લોકો દ્વારા કોઇપણ મુશ્કેલી ઉભી કરી શકે છે જેને લઇને ભારતીય સેના સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવવામાં આવ્યું છે.

  બીજી તરફ કેન્દ્રની મોદી સરકારે ઘાટીમાં ધારા-૩૭૦ હટાવ્યાં બાદ દ્યાટીના યુવા વિકાસની મુખ્ય-ધારામાં નવી-નવી યોજનાઓની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારે યુવાઓને રોજગાર આપવાની પણ શરૂઆત કરી દીધી છે. જેમાં ગુરૂવારના રોજ કાશ્મીરમાં મોટી સંખ્યામાં સેનાની ભરતી રેલીમાં યુવાઓએ ભાગ લઇને આતંકિઓ અને અલગાવવાદીઓને મોં પર તમાચો માર્યો છે.

(1:05 pm IST)