Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કાશ્મીરમાં બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સીલની ચુંટણીઓ ૨૪ ઓકટોબરેઃ ચુંટણી માટે જમ્મુના નજર કેદ નેતાઓને છોડાયા

જમ્મુઃ જમ્મુકાશ્મીરમાં બ્લોક વિકાસ પરિષદો એટલે કે બીડીસીની ચંુટણી કરાવવાની રાજય ચુંટણી પંચની જાહેરાતને પ્રશાસનની હાલત ખરાબ કરી દીધી છે. કેમ કે ચુંટણી પંચ આ ચુંટણીને પક્ષ આધારિત મતદાન કરાવવા ઇચ્છે છે પણ તેની જાહેરાત કરતી વખતે ચુંટણી પંચએ ભૂલી ગયું કે રાજયના મુખ્યપક્ષોના બધા નેતાઓ અટકમાં છે અને રાજયમાં પંચાયતોની ૬૦ ટકા બેઠકો ખાલી પડી છે, જેમને આ ચુંટણીમાં ભાગ લેવાનો હોય છે.

રાજયના મુખ્ય ચુંટણી અધિકારીએ ૨૪ ઓકટોબરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બીડીસી ચુંટણીની જાહેરાત તો કરી દીધી છે પણ કાશ્મીરમાં નિષ્પક્ષ ચૂંટણી થશે તે અંગે તેમણે કોઇ આશ્વાસન ન હોતું આપ્યુ આવી આશંકા માટેના કારણો પણ છે ચુંટણી પંચની જાહેરાત અનુસાર, રાજયમાં બીડીસી માટે મતદાન પાર્ટી આધારિત થશે. પણ કેવી રીતે, જયારે કાશ્મીરમાં લગભગ બધા મુખ્ય પક્ષોના નેતા પ ઓગસ્ટથી અટકમાં છે જોકે જમ્મુ શહેરમાં જે રાજકીય નેતાઓ અટકમાં હતા તેમની નજર કેદ હટાવી લેવાઇ છે પણ કાશ્મીરના નેતાઓ બાબતે હાલ પુરતું મૌન સેવાયું છે.

(1:03 pm IST)