Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

વાહ ભૈ વાહ

તહેવારોની સીઝનમાં કાજુ સસ્તા થયા

૧ કિલોના ૭૬૦થી ૭૮૫: ભાવ હજુ નીચા જવાના એંધાણ

કોચી તા. ૦૪:  તહેવારોની સીઝન દરમ્યાન સસ્તાં કાજુના લીધે તેના વેચાણને વેગ મળતા કાજુ ઉદ્યોગે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટતી જતી નિકાસના કારણે ઉદ્યોગ સંઘર્ષ કરી રહ્યો છે. કાચા કાજુના ભાવમાં વિશ્વસ્તરે થયેલા ઘટાડાના લીધે ભારતીય કાજુના પ્રોસેસરોને છેલ્લા કેટલાક મહિનાથી આયાત કરવામાં મદદ મળી છે. કાજુના માવાના ભાવ જથ્થાબંધ બજારમાં ગયા વર્ષની તુલનાએ ૧૦૦ જેટલા ઘટ્યા છે અને તે હાલમાં પ્રતિ કિલો ૭૬૦ થી ૭૮૫ની આસપાસ છે.

 

મેંગ્લોર કેશ્યૂ ઈન્ડસ્ટ્રીઝના મેનેજીંગ પાર્ટનર ડી વી કામથે જણાવ્યુ હતુ કે આ વર્ષે કાજુના પ્રોસેસરો થોડો નફો કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાથી કાચા કાજુના ઉંચા ભાવના લીધે પ્રોસેસરોને ખાસ કમાણી થતી ન હતી. ભારતની કાજુની ૬૦ ટકા જેટલી જરૂરીયાત આયાત વડે પૂરી કરવામાં આવે છે. ભારત વિશ્વમાં કાજુનું સૌથી મોટુ વપરાશકારક છે.  અને તેની વાર્ષિક માંગ ત્રણ લાખ ટનની છે અને પ્રતિ વર્ષ પાંચ ટકાના દરે વૃદ્ધિ પામી રહી છે.કન્ફેકશનરી અને નાસ્તા ઉદ્યોગ દ્વારા ઉપાડના લીધે તહેવારોની સીઝન દરમિયાન તેની માંગમાં વધારો થાય છે.

આ વિસ્તારમાં કાજુની અગ્રણી કંપની વિજયાલક્ષી કેશ્યૂઝના મેનેજિંગ પાર્ટનર પ્રતાપ નાયરે જણાવ્યું હતું કે, સ્થિર થયેલા ગિફ્ટ સેગમેન્ટમાં નીચા ભાવના લીધે વેગ મળી શકે છે. થોડા સમય પહેલાં છેલ્લાં બે વર્ષથી ડ્રાય ફૂટની ભેટ આપવાના ટ્રેન્ડમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આ ટ્રેન્ડ પરત આવતો લાગે છે. તેમના મુજબ કાજુની વધારે માંગે છે અને તે સ્થાનિક વપરાશમાં ૭૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. મંદિરો કાજુની મોટા પાયા પર ખરીદી કરે છે. એકલા તિરુપતિ મંદિરને જ વર્ષે ૭૫૦ ટન કાજુની જરૂર પડે છે અને તે દર બે મહિને ટેન્ડર બહાર પાડે છે, એમ નાયરે જણાવ્યું હતું.બજાર એકદમ તેજીમય છે ત્યારે કાજુનો વેપાર કરનારાઓ તેના બ્રાન્ડિંગના નવા માર્ગ શોધી રહ્યા છે. ડિલાઇનટ બ્રાન્ડની ઉત્પાદક ઇન્ડિયા ફૂડ એકસ્પોર્ટ્સે વેચાણમાં વધારો કરવા કોપ્રબ્રાન્ડિંગના પ્રયત્નોને વૈગ આપ્યો છે. અમે હેઇનકીન બિયર સાથે કોપ્રબ્રાન્ડિંગ કરવા યુબી જૂથ સાથે જોડાણ કર્યું છે. અમે માલદીવમાં રિસોર્ટ સાથે બ્રાન્ડિંગ કરી રહ્યા છીએ. કંપનીએ ઇન્ડિગો એસ્લાઇન અને ટાટાની ટ્રેન્ટ સાથે જોડાણ કરેલું જ છે. સ્થાનિક સ્તરે કાજુના ભાવ નિકાસભાવ કરતાં ઊંચા છે, જે પ્રતિ કિલો ૬૦૦થી પણ નીચે ઊતરી ગયા છે. સતીશ નાયરે જણાવ્યું હતું કે કાજુ આગામી કેટલાક મહિનામાં હજી પણ વધુ સસ્તા થઈ શકે છે, કારણ કે કાચા કાજુના ભાવ ગયા વર્ષે પુરવઠાના અભાવના લીધે પ્રતિ ટન ૧,૮૦૦ ડોલરને વટાવી ગયા હતા તે ઘટીને પ્રતિ ટન ૧,૩૦૦ ડોલરથી પણ નીચે ઊતરી ગયા છે. મોટા ભાગના પ્રોસેસરો પાસે હાલમાં કાજુનો સ્ટોક ઓછો છે, એમ તેમણે ઉમેર્ય હતું.

(11:41 am IST)
  • અમેરિકામાં ઈ સિગારેટ પીવાથી 18 લોકોના મોત : 1080 લોકોના ફેફસા ખરાબ થઇ જવાથી બિમાર : નિકોટીન ,તથા ગાંજો ભરેલી ઈ સિગારેટનું સેવન કરનાર વ્યસનીઓ પૈકી 80 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના : અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સનનો અહેવાલ : ભારતમાં ઈ સિગારેટ ઉપર પ્રતિબંધ access_time 12:11 pm IST

  • કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા : નવી દિલ્હી : નાણા મંત્રી નિર્મલા સીતારામન, વિદેશ મંત્રી એસ જયશંકર અને હરદીપ પુરી બપોર પછી ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળવા દોડી ગયા છે. કોઈ મોટી જાહેરાત તોળાઇ રહ્યાની ભારે ચર્ચા ચાલી રહી છે. access_time 5:45 pm IST

  • ગઇકાલે કર્ણાટકના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રમાં કેટલેક સ્થળોએ ભારે ગાજવીજ વરસાદ પડયાના વાવડ મળે છે access_time 11:34 am IST