Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુપ્રિમ કોર્ટમાં થશે પી. ચિદમ્બરમનાં જામીનનાં ભાવીનો આજે ફેંસલો

નવી દિલ્હી :  સુપ્રિમ કોર્ટમાં આજે પી. ચિદમ્બરમનાં જામીનનાં ભાવીનો ફેંસલો થશે. જામીન નામંજૂર કરવાનાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ પર  સુનાવણી કરવા માટેની કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમની અરજને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે.  પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમનાં વકિલો દ્વારા સુપ્રિમમાં જામીન માટે દલીલો રજૂકરવામાં આવશે અને સુપ્રિમ દ્વારા ચિદમ્બરમનાં ભાવીનો ફેંસલો લેવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે પી. ચિદમ્બરમ હાલ તિહાર જેલમાં બંધ છે. અને સીબીઆઇ કોર્ટ દ્વારા તેમની ન્યાયીક કસ્ટડીમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો.  અને ૧૭મી સુધી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ.

  દિલ્હી હાઈકોર્ટના દ્વારા આઇએનએકસ મીડિયા કેસમાં તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. ચિદમ્બરમે ૩૦ સપ્ટેમ્બરના રોજ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અપીલ સુપ્રિમમાં દાખલ કરી હતી.

(11:40 am IST)