Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મુંબઇ બીજેપી અધ્યક્ષ પાસે છે રૂ.૧૪ લાખની જગુઆર સહિત રૂ. ૪૪૧ કરોડની સંપતિ

        મુંબઇ બીજેપીના અધ્યક્ષ મંગળ પ્રભાત લોઢાએ ચૂંટણી સોગંદનામામાં રૂ.૧૪ લાખની જગુઆર કાર, દક્ષિણ મુંબઇમાં પ ફલેટ અને રાજસ્થાનમાં એક પ્લોટ સહિત લગભગ રૂ.૪૪૧ કરોડની સંપતિ જાહેર કરી છે.

        એના પર રૂ. ર૮૩ કરોડની દેણદારી પણ છે. માલાબાર હિલ સીટ (મહારાષ્ટ્ર) થી પ વખતના ધારાસભ્ય લોઢા સતત છઠ્ઠી વખત ચૂંટણી મેદાનમાં છે.

        લોઢાની વિરૂદ્ધ પ આપરાધિક મામલા પણ છે.

(12:00 am IST)