Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્રની મોટી ભેટ: HBA પર વ્યાજદરને 8.5 ટકાથી ઘટાડીને 7.9 ટકા કર્યા

રિયલ એસ્ટેટની મંદીને દૂર કરવા હાઉસ બિલ્ડિંગ એડવાન્સ પર વ્યાજદર ઘટાડ્યા

 

નવી દિલ્હી : દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે. રિયલ એસ્ટેટ સેક્ટરની મંદીને દૂર કરવા માટે સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) પર વ્યાજ દરને 8.5 ટકાથી ઘટાડીને 7.9 ટકા કરી દીધું છે. નિર્મલા સીતારમણે વ્યાજ દર ઘટાડવાની જાહેરાત કરી હતી.

  નાણાં મંત્રીએ કહ્યું હતુ કે, 'મકાન ખરીદનારાઓમાં સરકારી કર્મચારીઓની મોટી સંખ્યા હોય છે અને સરકારનાં પગલાથી વધારેમાં વધારે કર્મચારી નવા મકાન ખરીદવા માટે ઉત્સાહિત થશે.' નાણાં મંત્રીએ સરકારી કર્મચારીઓનાં હાઉસ બિલ્ડિંગ એડવાન્સ વ્યાજ દરને ઓછો કરવાની જાહેરાતની સાથે 10 વર્ષનાં ગવર્મેન્ટ સિક્યોરિટી બૉન્ડ યીલ્ડ્સથી લિંક્ડ કરવામાં આવશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે હાઉસ બિલ્ડિંગ એડવાન્સની સુવિધા કેન્દ્ર અને રાજ્ય સરકારનાં અધિકારીઓને મળે છે. અંતર્ગત, કર્મચારી પોતાની જમીન પર મકાન બનાવવા માટે આગોતરી ચુકવણી કરી શકે છે. યોજના અંતર્ગત નવા ઘર અથવા ફ્લેટની ખરીદી માટે પણ આગોતરી ચુકવણી કરી શકે છે. આગોતરી ચુકવણીનો ઉપયોગ હાઉસિંગ લોનનાં રિપેમેન્ટ માટે કરવામાં આવે છે.

 

(12:00 am IST)