Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

PMC બેંક ખાતાધારકોને રાહત : RBIએ ફરી વધારી લિમીટ: હવે 6 મહિનામાં 25 હજાર રૂપિયા કાઢી શકાશે

ફરીવાર બેન્કમાંથી પૈસા ઉપાડવાની મર્યાદામાં વધારો કરાયો

નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની કઠોરતાનો સામનો કરી રહેલા પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી)ના ગ્રાહકોને ફરી એકવાર રાહત મળી છે. આરબીઆઈએ ફરી એકવાર બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદામાં વધારો કર્યો છે. આરબીઆઈના નવા આદેશ મુજબ, ખાતા ધારકો 6 મહિનામાં બેંકમાંથી 25,000 રૂપિયા ઉપાડી શકશે.

   આ બીજી વખત છે જ્યારે આરબીઆઈએ ખાતા ધારકોને રાહત આપતા મર્યાદામાં વધારો કર્યો છે. અગાઉ આરબીઆઈએ 1 હજારની મર્યાદા વધારીને 10 હજાર કરી હતી. જો કે, આરબીઆઈના નવા નિર્ણય બાદ બેંકના 70 ટકાથી વધુ ખાતાધારકોને રાહત મળે તેવી અપેક્ષા છે.

   અત્રે ઉલ્લેખનીય છેકે, આરબીઆઈએ પીએમસી બેંક પર 6 મહિના માટે ઘણા બધા નિયંત્રણો લગાવી દીધા છે. સેન્ટ્રલ બેંકે આ કાર્યવાહી બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 35 એ હેઠળ કરી છે. આ પ્રતિબંધોને કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

(12:00 am IST)