Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

PMC બેંક ખાતા ધારકો માટે રાહતના એંધાણ : HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ

ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની ધરપકડ

મુંબઈ : PMC બેંકનાં ખાતા ઘરાકો માટે આંશીક ખુશખબર આવી રહી છે. HDILનાં કૌભાંડી વાધવાન બ્રધર્સની ધરપકડ કરાઈ છે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ(PMC) બેંક, કૌભાંડમાં રિઅલિટી ફર્મ HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ધરપકડ કરી છે

   . HDILની 3,500 કરોડની સંપતિઓને પણ એટેચ કરવામાં આવી છે. પોલીસે PMC મામલામાં FIR નોંધાવી હતી.FIRમાં PMC બેંક ક્રાઇસીસમાં HDILના ડાયરેક્ટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાનની મોટી ભૂમીકા સામે આવી હતી.

   અત્રે ઉલેલ્ખનીય છે કે તાજેતરમાં અચાનક જ RBI દ્વારા PMC માંથી ખાતા ઘારકો રોજના ફક્ત 1000 ઉપાડી શકશે તેવા આદેશો કરવામાં આવતા PMC બેંકમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે સામે આવ્યું હતું. જો કે, બાદમાં RBI દ્વારા ખાતા ઘારકોની હાલાકીને નજરમાં રાખી 10000 સુધીની રોકડ ઉપાડવાની છુટ આપવામાં આવી છે

(12:00 am IST)