Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રશિયા પાસેથી ચાર યુદ્ધ જહાજ ખરીદવાનાં સોદાને મંજુરી

પુતિનની ભારત યાત્રાનાં પ્રથમ કલાકમાં જ સુરક્ષા કેબિનેટ કમિટીએ મહોર લગાવી

 

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનની ભારત યાત્રાનાં પ્રથમ કલાકમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતાવાલી સુરક્ષા કેબિનેટ કમિટીએ રશિયા પાસેથી ચાર યુદ્ધ જહાજ ખરીદવાનાં સોદાને મંજુરી આપી દીધી છે.

  ચાર યુદ્ધ જહાજોમાંથી બે જહાજ રશિયન કંપની યાંતાર શિપયાર્ડ બનાવશે. જ્યારે બે ભારતની ગોવા શિપયાર્ડ લિમિટેડ (જીએસએલ) કંપની તૈયાર કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને રશિયા વચ્ચે વર્ષ 2016માં આંતર સરકારી સમજુતી હેઠળ ચાર યુદ્ધ જહાજની ખરીદી પર સમજુતી થઇ હતી ભારતીય નૌસેનાને ચાર યુદ્ધ જહાજ આગામી સાત વર્ષમાં મળી જશે

(11:55 pm IST)