Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

પોરબંદરની ચાઈનીઝ બજારનો વિવાદ વકર્યો:ચીફ ઓફિસરની કેબિનમાં ચાર લોકોનો આત્મવિલોપન કરવા પ્રયાસ:એક ગંભીર

સમાધાનની વાટાઘાટમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી

   ફોટો પોરબંદરમાં છેલ્લા એક દાયકાથી એસટી પાછળ ચોપાટી રોડ પર ચાલતી ચાઈનીઝ બજારનો વિવાદ વધુ વકર્યો છે અઠવાડિયા પહેલા બજાર ખસેડવાની તજવીજ સામે ધંધાર્થીઓમાં રોષ સાથે નારાજગી ફેલાઈ હતી અને બાદમાં સમાધાનની વાટાઘાટોમાં જો બજાર ખસેડાશે તો આત્મ વિલોપન કરવા ચીમકી પણ ઉચ્ચારાઈ હતી તેવામાં આજે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસરની કેબિનમાં ચાર લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચાર લોકોમાં ત્રણ લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું હતું જયારે એકએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો તમામને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા છે જેમાંથી એકની હાલત ગંભીર બતાવાઈ રહી છે

  મળતી વિગત મુજબ છેલ્લા એકાદ દાયકાથી ભરાતી ચાઈનીઝ બજારમાં  છેલ્લા  આઠ દિવસથી નગરસેવકના ઈશારે  ખસેડવા તજવીજ હાથ ધરાતા જબરો વિરોધ થયો હતો બાદમાં

સમાધાનની વાટાઘાટ આવતા વકીલે જગ્યા આપતા માંગ કરી જેમાં ત્રણ આત્મવિલોન કરશે તેવું જાહેર કર્યું હતું બાદમાં ચાર લોકોએ આત્મવિઓલૂપણ નાગર પાલિકાના ચીફ ઓફિસરની કેબિનમાં બાવન બાદરશાહી ,મેમો સોલંકી કલ્પેશ સોલંકી અને જીતુ સ્લેટ જાતે ખારવાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેમાંતબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં  લઇ જવાય છે

 

(1:24 am IST)