Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

કાશ્મીર ખીણમાં ૬૨૪ વોર્ડમાંથી ૧૭૭ વોર્ડમાં કોઇએ ઉમેદવારી નોંધાવી નહિં: ૨૧૫માં ૧ ઉમેદવાર

શ્રીનગરઃ  જમ્મુ-કાશ્મીરમાં ચાર ચરણમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમા ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ સુધીમા કાશ્મીર ઘાટીમાં ૬ર૪ વોર્ડોમાંથી ૧૭૭ વોર્ડમાં કોઇએ પણ ઉમેદવારી ન નોંધાવી, જયારે ર૧પ વોર્ડ એવા છે જેમાં ફકત એક જ ઉમેદવાર મેદાનમાં છે. પીડીપી અને  નેશનલ કોન્ફરન્સ પક્ષ આ ચૂંટણીમાં ભાગ નથી  લઇ રહી. આતંકીઓએ આ ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનારાઓને ફુંકી મારવા આદેશ આપ્યા છે.

(3:57 pm IST)