Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા (NLSIU) બેંગ્લોર દ્વારા અલગ ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે : 3 સપ્ટે.થી 10 સપ્ટે.દરમિયાન ઓનલાઇન અરજી સ્વીકારાશે : ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ 12 સપ્ટેમ્બરના રોજ લેવાશે : કોન્સોર્ટિયમ ઓફ નેશનલ લો યુનિવર્સીટીએ NLSIU ના અલગ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી

નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા (NLSIU)  બેંગ્લોર દ્વારા પોતાનો અલગ( નેશનલ લો અપ્ટીટ્યુડ ટેસ્ટ 2020  (NLAT) ) ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું આયોજન કરાયું છે.અભ્યાસક્રમ માટે સ્ટુડન્ટ્સની પસંદગી આ ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટ માર્ક્સ મુજબ કરાશે .જે અંતર્ગત અન્ડર ગ્રેજ્યુએટ બી.એ.એલ.એલ.બી.( ઓનર્સ ) તથા પોસ્ટ ગ્રેજ્યુએટ એલ.એલ.એમ.પ્રોગ્રામ માટે પસંદગી કરાશે .
એડમિશન માટે  CLAT 2020 અંતર્ગત લેવાતી પરીક્ષા 2020-21 ના વર્ષ માટે  માન્ય નહીં રાખવામાં આવે.યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની અરજી  3 સપ્ટે.થી 10 સપ્ટે .દરમિયાન સ્વીકારશે .બાદમાં 12 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે .
અલગ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાના કારણમાં યુનિવર્સીટી દ્વારા જણાવાયા મુજબ યુનિવર્સીટીમાં દરેક સેમિસ્ટર તેના નિયત કરેલા સમયને આધીન રહીને લેવાય છે.તેથી મોડો એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય તો યુનિવર્સીટીનું ટાઈમ ટેબલ ખોરવાઈ જઈ શકે છે.તેમજ આ પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાં અભ્યાસ માટેનું એક વર્ષ નકામું જઈ શકે છે.
સામે પક્ષે કોવિદ -19 ના કારણે કોમન લો એડમિશન ટેસ્ટ CLAT ની તારીખ ચાર વખત પછી ઠેલાયા પછી હવે 28 સપ્ટેમ્બર નક્કી થઇ છે.
આથી કોન્સોર્ટિયમ ઓફ  નેશનલ લો યુનિવર્સીટીએ NLSIU દ્વારા અલગ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.તથા અલગ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનું પગલું કોન્સોર્ટિયમ ના કાયદાની વિરુદ્ધનું ગણાવ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:59 pm IST)