Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

તાઇવાને અમેરિકી એર મિસાઇલ સિસ્ટમથી ચીની લડાકુ વિમાન તોડી પાડતા ખળભળાટ

દક્ષિણ ચીન સાગરમાં સંકટ ઘેરૂ બની શકે છે

નવી દિલ્હી તા. ૪ : ચીન પાડોશી દેશો સાથે અવળચંડાઈ કરવાની તેની નફફટ હરકતોમાંથી બહાર નથી આવી રહ્યું. ચીન ભારતની સાથે-સાથે તાઈવાનની સીમામાં પણ ઘુસણખોરીના નાપાક ઈરાદા ધરાવી રહ્યું છે.

ચીનના બંને વખતના નાપાક ઈરાદાને ભારતે તો નિષ્ફળ બનાવ્યા હતા પરંતુ, આજે તાઈવાને પણ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.

તાઈવાનની એરસ્પેસમાં ઘુસણખારી કરતા ચીનના બે ફાઈટર જેટને તાઈવાન અને અમેરિકાની સંયુકત એરડિફેન્સે તોડી પાડ્યાના અહેવાલ છે.

ચીની સેનાના PLA Su Kia 35 ફાઈટર જેટ તાઈવાનની હવાઈસીમામાં પરવાનગી વગર ઘુસણખોરી કરતા તેને રોકવા માટે અમેરિકા-તાઈવાનની સંયુકત ADSએ ચેતવણી આપવા છતા ફાઈટર જેટ પરત ન ફરતા તેમના પર હુમલો કરીને જેટ તોડી પાડવામાં આવ્યા છે.

પ્રાથમિક અહેવાલ અનુસાર ફાઇટર જેટના પાઈલોટ ગંભીરરીતે ઈજાગ્રસ્ત થયા છે પરંતુ ચીન, અમેરિકા કે તાઈવાનના પ્રતિનિધિ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.

(3:56 pm IST)