Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

રિલાયન્સ રિટેલમાં અમેરિકાની ખાનગી ઇકવીટી કંપની સિલ્વર લેક રૂ. ૭પ૦૦ કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હી : મુકેશ અંબાણીના રિલાયન્સ રીટેલમાં અમેરિકા પ્રાઇવેટ ઇકવીટી કંપની સીલ્વર લેક પાર્ટનર્સ ૧ અરબ ડોલર (આશરે ૭પ૦૦ કરોડ રૂપિયા)ના રોકાણ માટે વાતચીત  ચાલુ છે સિલ્વર લેક દ્વારા રિલાયન્સના જિયો પ્લેટફોર્મમાં ૧ ટકાની ભાગીદારી રૂ. પ,૬પપ.૭પ કરોડમાં ખરીદી છે.

લંડનનું અખબાર ફાયનાન્સીયલ  ટાઇમ્સના જણાવ્યા અનુસાર રોકાણ માટે હાલ વાતચીત ચાલુ છે. જેમાં રિલાયન્સ રીટેલનું વેલ્યુએશન આશરે પ૭ અરબ ડોલર (આશરે ૪.૧૮ લાખ કરોડ રૂપિયા) થઇ શકે છે. કંપની તેની ૧૦ ટકા ભાગીદારી વેચવા માંગે છે.

(3:55 pm IST)