Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઓછા ખર્ચે વધુ ફાયદો : રોગપ્રતિકારક શકિત વધારતા ૮ ઉત્પાદનોનું લોકાર્પણ

જન ઔષધી કેન્દ્રો ખાતેથી મળશે : ભરપુર પોષક તત્વો : દેશમાં જેનરિક દવાના વપરાશમાં ૬ ટકાનો વધારો : મનસુખ માંડવિયા

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા અને મનસુખ માંડવિયાએ અધિકારીઓની હાજરીમાં રોગપ્રતિકારક શકિતવર્ધક અને પોષક તત્વોથી ભરપુર ૮ સસ્તા ઉત્પાદનોનું લોકાર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા.૪ : કેન્દ્રીય રસાયણઅને ખાતર મંત્રી સદાનંદ ગૌડા અને રાજયકક્ષાના મંત્રી મનસુખમાંડવિયાએ ગઇકાલે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિપરિ યોજના (PMBJP) અંતર્ગત ૮પ્રકારના રોગપ્રતિકારક શકિતવર્ધક અને પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોન્ચ કર્યા.

તાજેતરના 'મન કી બાત'  કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પોષણ અને યોગ્ય પોષકતત્વોના મહત્વ વિશે વાત કરી હતી. પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના (PMBJP)નાં આ ઉત્પાદનો એ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે.

ઉત્પાદનોના લોન્ચ દરમિયાન મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે ''પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ યોજના દેશના સામાન્ય નાગરિકો, ગરીબો અને મધ્યમવર્ગને સમર્પિત છે. યોજના અંતર્ગત દેશમાં કુલ ૨૫૦૦કરોડ લોકોને સસ્તી દવા ઉપલબ્ધ બની છે. દેશમા ંજેનેરિકદવા અંગે જાગરૂકતા વધીછે, ડોકટર પણ હવે જેનેરિક દવા લખતા થયા છે. દેશમાં જેનેરિકદવાઓના વપરાશમાં છ ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ દરેક નાગરિક માટે સસ્તી દવાનું સપનું સાકાર થયુંછે. તેમના સપનાંને આગળ વધારતા આઠ પ્રકારના અલગ-અલગ પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનો લોકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જે હવે જનઔષધિકેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ બનશે.

કોરોના મહામારીમાં વાયરસ ચેપના જોખમ અને પ્રભાવને ઘટાડવા તેમજ લાંબાગાળા માટે રોગપ્રતિકારક શકિતનું નિર્માણકરવા માટે પર્યાપ્તપોષણ મહત્વપૂર્ણ છે.  જાહેર આરોગ્યના લાભ માટે તાજેતરમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના અંતર્ગત તમામ લોકોમાં (સ્ત્રીઓઅનેબાળકોસહિત) રોગપ્રતિકારક શકિત વધારવા માટે કેટલાક પૌષ્ટિક ઔષધીય (ન્યુટ્રાસ્યુટિકલ) ઉત્પાદનોની શરૂઆત કરવામાં આવી છે. આ તમામ ઉત્પાદનોના ભાવબજારમાં મળતા અન્ય ઉત્પાદનોની સરખામણીમાં ૨૫% થી૫૦% ઓછાછે.

આલોન્ચિંગ કાર્યક્રમમાં રસાયણ અને ખાતર મંત્રાલય તથા BPPIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:06 pm IST)