Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

અયોધ્યામાં રામમંદિર આસપાસ પાંચ મંદિરોની સ્થાપના કરાશે

અયોધ્યા તા. ૪: રામમંદિરનો નકશો પાસ થયા બાદ રામજન્મ ભૂમિ ઉપર રામલલાના ભવ્ય મંદિર નિર્માણની શરૂઆત થવાની છે. મંદિર પરિસરમાં રામલલાની સાથે જ પાંચ અન્ય મંદિરોનું નિર્માણ કરાશે. આ મંદિર રામમંદિરની આજુબાજુમાં ચારેય દિશાઓમાં હશે.

માનવામાં આવી રહ્યું છે કે માતા સીતા, હનુમાનજી, ગણેશજી સહિત દેવી-દેવતાઓના મંદિર બનશે. જેના પ્રાચીન મંદિર વર્તમાન મંદિરની પ્રક્રિયા હેઠળ હટાવાય રહ્યા છે. આ યોજના રામ મંદિરનો નકશો રજુ કરવા દરમિયાન સામે આવ્યો છે. જો કે તેને ગોપનીય રાખવામાં આવ્યું છે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય મંદિર આસપાસ આ મંદિરોની સ્થાપના નકકી માનવામાં આવે છે. તેની રૂપરેખા અંગે ટ્રસ્ટ નિર્ણય લેશે.

સાથો-સાથ રામમંદિરમાં ર૭૧પ૮ વર્ગ મીટર વિસ્તાર હરિત ક્ષેત્ર હશે. જેમાં ઉદ્યાન વિકસીત કરાશે. તેમાં દેવ અને ઔષધીય વૃક્ષો વાવવામાં આવશે. ઉપરાંત પ૮૮૮ વર્ગ મીટર જગ્યા પાર્કીંગ માટે રખાશે. નકશો પાસ થયો હોવાથી મંદિર નિર્માણ પુર જોશમાં થોડા જ દિવસોમાં શરૂ થઇ જશે.

(3:05 pm IST)