Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતની જેલમાં વિદેશી કેદીની સંખ્યા વધુ

સૌથી વધુ અઢી હજાર બાંગ્લાદેશી કેદી : NCRBનો જેલ સંખ્યાનો રિપોર્ટ : ૨૦૧૯

નવી દિલ્હી,તા. ૪: ભારતની જેલમાં વિદેશી કેદી વધુ છે. ૫૬૦૮ વિદેશી કેદી છે જેમાંથી ૪૭૭૬ કેદીઓ પુરુષ છે અને બાકીના ૮૩૨ મહિલા કેદીઓ છે. પશ્યિમ બંગાળની જેલમાં રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બોર્ડ NCRB એ ઙ્ગજેલના સર્વે અને સંખ્યા માટેનો એક રિપોર્ટ બનાવ્યો છે. ભારત ૨૦૧૯ માં આ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં રિપોર્ટના તથ્યો સામે આવ્યા છે. સૌથી વધુ સંખ્યા પશ્ચિમ બંગાળની જેલ માં છે જેમાં કુલ ૨૩૧૬ સંખ્યા છે જે કુલ કેદીઓના ૪૧.૩્રુ કહી શકાયમ ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૫૧૭ વિદેશી કેદીઓ છે જયારે ઉત્ત્।રપ્રદેશમાં ૫૦૫ કેદી વિદેશી છે. આ વિદેશી કેદીઓમાં ૨૧૭૧ કેદીઓ એવા છે જે દોષિત જાહેર થઇ ચુકયા છે બાકીના ૨૯૭૯ કેદીઓ એવા છે કે જે વિચારણા હેઠળ છે. અન્ય ૪૦ લોકો એવા છે કે જે બંદી બનાવવામાં આવ્યા છે. અરુણાચલ પ્રદેશ , નાગાલેન્ડ, દાદરા નગર હવેલી દમણ અને દીવ તેમજ લક્ષ્યદીપ માં કોઈ વિદેશી કેદી નથી જયારે ગુજરાતની વાત કરીએ તો ૯૫ કેદીઓ વિદેશી છે. (૨૨.૩૯)

. ૨૫૧૩ બાંગ્લાદેશી કેદીઓ ભારતમાં :

એક રિપોર્ટ અનુસાર કેદીઓમાં સૌથી વધુ સંખ્યા બાંગ્લાદેશી લોકો છે. ૨૫૧૩ બાંગ્લાદેશી નાગરિક ભારતમાં કેદી છે. ત્યારબાદ નાઈજીરિયાના ૮૧૧, નેપાળના ૭૪૫, મ્યાનમારના ૩૦૨ પાકિસ્તાની કેદીઓની સંખ્યા ૨૦૩ છે જયારે પાડોશી શ્રીલંકાના ૬૫ કેદીઓ છે મધ્ય પૂર્વના દેશોના કુલ ૩૬ કેદીઓ છે. ચીની કેદીઓની સંખ્યા ૧૯ છે જેમાં ૩૦ વર્ષ થી ૫૦ વર્ષ સુધીના કેદીઓનો સમાવેશ થાય છે ૪૬.૬%થાય છે. જયારે ૧૮ થી ૩૦ વર્ષના કેદીઓની સંખ્યા ૪૪.૧ % તેમજ ૫૦ કે તેથી વધુ વર્ષના કેદીઓ ૯.૩% છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ તરફથી વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ના આંકડા ઉપલબ્ધ થયા નહતા. આથી રિપોર્ટ માટે ૨૦૧૭ના આંકડાને અઢાર સ્વરૂપે લેવમાં આવ્યા છે.

. દેશમાં વિદેશી કેદીઓની સંખ્યા ઘટી :

દેશમાં વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધીના આંકડાને તપાસવામાં આવે તો ૧૬.૭% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

વર્ષ

કેદીઓ

૨૦૧૪

૬૭૨૩

૨૦૧૫

૬૬૨૦

૨૦૧૬

 ૬૩૭૦

૨૦૧૭

૪૯૧૭

૨૦૧૮

૫૧૬૮

૨૦૧૯

૫૬૦૮

(3:03 pm IST)