Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

જાપાની જહાજની પ૮૦૦ ગાયો અને ૪૩ ક્રુ મેમ્બરો સાથે જળસમાધી : એકને બચાવાયો

ટોકીયો, તા. ૪: દક્ષિણી જાપાનમાં પ૮૦૦ ગાયોને લઇને જઇ રહેલ જહાજે જળસમાધી લીધી હતી. આ જહાજ ઉપર ચાલક દળના ૪૩ સભ્યો પણ સવાર હતા. જહાજે લાપતા થયું તે પહેલા ખરાબ મોસમ વચ્ચે સંકટમાં હોવાનો મેસેજ મોકલેલ. તટરક્ષક અધિકારીઓએ જણાવેલ કે તેમણે બુધવારે રાત્રે ચાલક દળના એક સભ્યને બચાવી લીધેલ.

ફિલીપીન્સના રહેવાસી આ ક્રુ મેમ્બરની તબીયત સારી છે. તેણે જણાવેલ કે જાપાની નેવીએ એક વ્યકિતને પાણીમાં લાઇફ જેકેટ પહેરેલો જોયેલ. લગભગ ૧૧,૯૪૭ ટન વજનનું આ જહાજ પ૮૦૦ ગાયોને લઇને પૂર્વી ચીન સાગરમાં અમામી ઓશિયાના તટ પાસેથી પસાર થઇ રહેલ ત્યારે આ દુર્ઘટના બનેલ.

જહાજમાં સવાર ક્રુ મેમ્બરોમાં ૩૮ ફિલીપીન્સના, બે ન્યુઝીલેન્ડના અને એક ઓસ્ટ્રેલીયન નાગરિક હતા. બાકીના મેમ્બરોની શોધખોળ કરવામાં આવી રહી છે. દુર્ઘટના જીવીત રહેનાર સરેનો એડવારો ડેસે જણાવેલ કે જહાજ તોફાનમાં સપડાયેલ અને તેનું એક એન્જીન બંધ થતા જહાર ડુબી ગયેલ. ડુબતા પહેલા શીપે પલટી મારી હોવાનું પણ સરેનોએ જણાવેલ.

(3:01 pm IST)