Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

તામિલનાડુ : કુડ્ડાલોરમાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ : ૭ના મોત

૩ને ઇજા : તપાસ હાથ ધરાઇ

કુડ્ડાલોર તા. ૪ : તામિલનાડુમાં કુડ્ડાલોર જિલ્લાની એક ફાટાકડાની ફેકટરીમાં વિસ્ફોટના સમાચાર આવ્યા છે. આ વિસ્ફોટમાં ૭ લોકોના મોત થયા છે. જયારે ૩ લોકો ઘાયલ થયા છે. આસપાસના લોકોમાં અફરાતફરી ફેલાઈ ગઈ છે.

તમિલનાડુમાં એક દુઃખદ ઘટના ઘટી છે. આ ઘડાકામાં ૭ લોકોના મોત થાય છે. જયારે ૩ જેટલા લોકો ઘાયલ થયા છે. તમિલનાડુ પોલીસ તથા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ધડાકો કેવી રીતે થયો તે માટે તપાસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.ઙ્ગ

આ ઘટના કટ્ટૂમન્નારકોલી વિસ્તારમાં સ્થિત ફૈકટરીમાં થઈ છે. આ જગ્યા રાજધાની ચેન્નાઈથી ૧૯૦ કિમીના અંતરે આવેલી છે. કુડ્ડાલોર જિલ્લાની ફેકટરીમાં થયેલા ઘડાકો દૂર સુધી સંભળાયો હતો. જેને પગલે થોડી વાર માટે લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના કેવી રીતે બની તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

(3:04 pm IST)