Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કાશ્મીરમાં ૩ આતંકીને ઘેરી લીધા : લશ્કરના મેજર શહીદ થયા : મૂઠભેડ ચાલુ

(જમ્મુ : સુરેશ ડુગ્ગર) જમ્મુ કાશ્મીરના બારામુલ્લાના પટ્ટન વિસ્તારના યાદીપોરમાં આતંકીઓ સોથની અથડામણમાં મેજર રેન્કના લશ્કરી અફસર શહીદ થયાના અહેવાલો મળે છે : સત્તાવાર વિગતો હવે જાહેર થશે : પટ્ટનમાં આતંકીઓ સાથે સુરક્ષાદળોનંુ ઓપરેશન ચાલુ છે : એક મેજર ઘાયલ થયા હતા જેમને આર્મી હોસ્પિટલમાં ખસેડ્યા છે, તેઓ શહીદ થયાના બિનસત્તાવાર અહેવાલો મળે છે : આતંકીઓ છુપાયાની વિગતો મળતા રાષ્ટ્રીય રાયફલ્સ, એસઓજી અને સીઆરપીએફના સંયુકત ઓપરેશનમાં આ વિસ્તાર ઘેરી લેવાયેલ : આથી આતંકીઓ ગોળીબાર શરૂ કરતા એક મેજર ગંભીર ઘાયલ થયા હતા જેમણે પાછળથી આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા : ગોળીબારો ચાલુ છે : આ વિસ્તારમાંથી સામાન્ય નાગરીકોને હટાવી લેવાયા છે અને જે ઘરમાં ૩ થી ૪ આતંકી છુપાયા છે તે ઘરને મોર્ટાર - તોપગોળા અને આઈઆઈડીથી ઉડાવી દેવામાં આવશે તેમ જાણવા મળે છે.

(11:28 am IST)