Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોદી સરકાર ૨૦૨૪માં ફરીથી સત્તામાં આવે તેવી શકયતા ઓછી

ભારતની ડિજિટલ સ્ટ્રાઈકથી ચીન અકળાયું : કાઢ્યા બળાયા

બેઈજિંગ,તા.૪: મોદી સરકારે બુધવારે વધુ એક ડિજિટલ સ્ટ્રાઈક કરતા ૧૧૮ ચાઈનીઝ પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેને લઈને ચીન અકળાઈ ગયું છે. ભારતની કાર્યવાહીથી રોષે ભરાતા ચીન હવે વિવિધ દાવા કરી રહ્યું છે. ચીને ભવિષ્યવાણી કરી છે કે મોદી સરકાર ૨૦૨૪માં ફરીથી સત્તામાં આવે તેવી શકયતા ખૂબ ઓછી છે.  ચીનની સરકારે ગ્લોબલ ટાઈમ્સમાં એક લેખ લખીને જણાવ્યું છે કે, એપ્રિલથી જૂન મહિનાના પહેલા ત્રિમાસીકમાં ભારતનો જીડીપી વિકાસ દરમાં ૨૩.૯ ટકાનો ઘટાડો નોંધાયા છે જે જી-૨૦ દેશોમાં સૌથી મોટો ઘટાડો છે.  ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ જ દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની અર્થવ્યવસ્થામાં આ વર્ષે ૧૦ ટકાનો ઘટાડો નોંધાઈ શકે છે. ત્યાંજ લાખો લોકો ગરીબી રેખાની નીચે જઈ શકે છે. ૨૦૨૪માં વડાપ્રધાન મોદી ત્રીજી વખત સત્તામાં આવે તેની શકયતા ઓછી થઈ રહી છે કેમકે મોટી સંખ્યામાં ભારતીયોના વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. આ ઉપરાંત ભારતમાં કોરોના બેકાબૂ થયો છે. 

(11:22 am IST)