Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

મોડર્ન જુગાડ : જિમની સાઇકલ લોટ દળવાની ચકકીનું કામ પણ આપી શકે

નવી દિલ્હી,તા. ૪: જિમની સાઇકલનો ઉપયોગ કસરત કરવા સિવાયપણ બીજો હોય એમ કોઈ કહે તો માનવામાં ન આવે, પણ આ હકીકત છે. આઇએએસ અધિકારી અવનીશ શરણે ટ્વિટર પર એક વિડિયો શૈર કર્યા છે, જેમાં એક મહિલા જિમની સાઇકલ પર કસરત કરી રહી છે અને એમાં કરવામાં આવેલા બદલાવને કારણે સાઇકલના પૈડાની સાથે અટેચ કરાયેલા કન્ટેનરમાં રાખવામાં આવેલા ઘઉંનો લોટ દળાઈ રહ્યો છે. વિડિયો સાથે એક મહિલા કોમેન્ટરી કરતાં કરી રહી છે કે મશીનનો ઉપયોગ કોઇ પણ કરી શકે છે. પરંતુ ઘરકામ કરવાને કારણે કસરત ન કરી શકતી મહિલાઓ માટે વધુ ઉપયોગી છે. આ મશીનમાં ઘઉં, ચોખા, દાળ અને મસાલા બધું જ પીસી શકાય છે. આ વિડિયોની સાથે પોસ્ટમાં લખેલું છે, ગજબનો આવિષ્કાર, કામ પણ અને કસરત પણ. કોમેન્ટરી પણ શાનદાર છે. એક વ્યુઅરે કમેન્ટ કરી છે કે 'આ ચક્કી થોડી મોડર્ન થઈ ગઈ છે, બાકી લોકો પહેલાં ઘરમાં જ લોટ દળતા હતા. જિંદગી આપણને પાછું ત્યાં જ લઈ જઈ રહી છે.'

(11:13 am IST)