Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

બિગ બોસ-14 શો ને હોસ્ટ કરવા સલમાનખાન લેશે અધધ... 450 કરોડ : ત્રણ મહિનાંની ડીલ

ખતરો કે ખિલાડી ઇન્ડિયાની વિનર નિયા સહિતના શોમાં ખાસ આકર્ષણ જમાવશે

મુંબઇઃ ટીવીના  લોકપ્રિય શો બિગ બોસ 2020ની 14મી સિઝન  ટુંકસમયમાં શરૂ થનાર છે જેમાં સલમાન ખાન આ શો હોસ્ટ કરતો દેખાશે. શો શરુ થાય તે પહેલાં જ સલમાન ખાન તેની કરોડો રુપિયાની ફી અંગે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ અંગેના ન્યૂઝ બહુ વાયરલ થઇ રહ્યા છે.રિપોર્ટ મુજબ  સલમાન ખાન Bigg Boss 14 હોસ્ટ કરવા માટે 450 કરોડ રુપિયા લેશે. આ હિસાબે દરેક એપિસોડના 20 કરોડ રુપિયા સલ્લુભાઇને મળશે. જો કે સલમાન ખાને જાતે આ માહિતી આપી નથી. પરંતુ ટ્વિટર હેન્ડલ (witter handle) પર ખબરી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ટ્વીટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઓવર ઓલ ડીલ 3 મહિના માટે છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની ફી અંગે કાયમ ચર્ચા થતી રહે છે. જ્યારે પણ બિગ બોસની સીઝન શરુ થાય છે. ભાઇજાનની ફી પર સૌની નજર હોય છે. આ વાયરલ ન્યૂઝ પર યુઝર્સના રિએક્શન પણ આવવા મંડ્યા છે.

 સલમાન ખાનનો શો બિગ બોસ ટુંકમાં જ નાના પડદા પર શરુ થશે. આ વખતે નિયા શર્મા પણ શોમાં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ શકે છે. તે હમણા જ રોહિત શેઠ્ઠીના ખતરો કે ખિલાડી સીઝન ઇન્ડિયામાં વિનર બની છે. તે ઉપરાંત કરણ કુંદ્રા, વિવયન ડીસેના, સુરભિ જ્યોતિ, જાસ્મિન ભસીન અને અલીશા પંવાર જેવા કલાકારોના નામ આ શો માટે ચર્ચાઇ રહ્યા છે.

જો કે શોના મેકર્સે હજુ સુધી કન્ટેસ્ટન્ટ્સ અંગે કોઇ ખુલાસો કર્યો નથી. રિપોર્ટ છે કે શો આ મહિને જ શરુ થઇ શકે છે. જો કે અંગેની ચોક્કસ ડેટ્સ જાહેર કરાઇ નથી. આ વખતે શોની થીમ જંગલ પર આધારિત હોવાનું કહેવાય છે. જે લોકડાઉનની સ્થતિથી પ્રેરિત છે. ઘણુખરું મહિનાના અંતે બિગ બોસ-14 શરુ થઇ શકે છે.

 

(10:56 pm IST)