Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

સહારા ગ્રુપમાં ચાર કરોડ બચતકારોએ રોકેલા નાણાં જોખમમાં :ગોટાળાનો સરકારનો સંકેત

સહારા ગ્રુપે ત્રણ કો-ઓપરેટિવ સોસાયટી ઊભી કરી અને ચાર કરોડ લોકોના 86,873 કરોડ ડિપોઝિટ રૂપે લીધા હતા

નવી દિલ્હી : સહારા ગ્રુપ ફરી ચર્ચામાં આવ્યું છે ચાર કરોડ બચતકારોએ રોકેલા 86,673 કરોડ રૂપિયા  જોખમમાં હોવાનો સંકેત સરકારે આપ્યો હતો. આ કેસની વિગતો જાણવી જરૂરી હતી.2012 અને 2014ની વચ્ચે સહારા ગ્રુપે ત્રણ કો-ઓપરેટિવ સોસાયટી ઊભી કરી હતી અને ચાર કરોડ લોકોના 86,873 કરોડ રૂપિયા ડિપોઝિટ રૂપે લીધા હતા. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રુપને દોષિત જાહેર કરતાં સહારા ગ્રુપના પ્રમુખ સુવ્રત રૉયની ધરપકડ થઇ હતી. કેન્દ્ર સરકારે આ કો-ઓપરેટિવ સોસાયટીઓને લાલ ઝંડી દેખાડી દેતા આ કરોડો રૂપિયા જોખમમાં આવી પડવાની શક્યતા વધી ગઇ હતી.

એક અહેવાલ મુજબ સરકાર 2010, 2012 અને 2014માં રચાયેલી સહકારી સમિતિઓના હિસાબો અને લેવડદેવડની તપાસ કરાવવાની છે.એનો પરોક્ષ અર્થ એવો છે કે ચાર કરોડ લોકોએ પોતાના પરસેવાની રોકેલી રકમ હવે જોખમમાં આવી પડવાની હતી. રેગ્યુલેટર્સે આપેલી માહિતી મુજબ સહારાએ 62,643 કરોડ રૂપિયા મહારાષ્ટ્રમાં આવેલા લોનાવલાની અમ્બી વેલી પ્રોજેક્ટમાં રોક્યા હતા. આ એ જ પ્રોજેક્ટ છે જેના પર 2017માં સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લાદ્યો હતો અને લોકોએ રોકેલા નાણાં પાછાં આપવા આ પ્રોજેક્ટ લીલામ કરવાના નિષ્ફળ પ્રયાસો પણ થયા હતા. જો કે 2019માં આ પ્રોજેક્ટને રિલિઝ કરી દેવાયો હતો.

આર્થિક ગોલમાલ માટે સરકાર જે ચાર સહકારી સોસાયટીની તપાસ કરાવવાની છેએમાં 2010માં સ્થપાયેલી સહારા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી, હમારા ઇન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી, સહારયન યુનિવર્સલ મલ્ટિપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી અને સ્ટાર્સ મલ્ટિપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીનો સમાવેશ થતો હતો.

ગયા મહિને ઑગષ્ટની 18મીએ કેન્દ્રના ખેતીવાડી ખાતા સાથે સંકળાયેલા જોઇન્ટ સેક્રેટરી અને કો-ઓપરેટિવ સોસાયટીના સેન્ટ્રલ રજિસ્ટ્રાર વિવેક અગ્રવાલે મિનિસ્ટ્રી ઑફ કોર્પોરેટ અફેર્સની સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસને પત્ર લખીને આ ચારે સોસાયટીના આર્થિક વ્યવહારની તપાસ કરવાનું જણાવ્યું હતું. આમ અત્યારે તો ચાર કરોડ બચતકારોનાં અબજો રૂપિયા સંડોવાઇ ગયા હતા.

(12:00 am IST)